બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:03 AM, 26 April 2024
લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે 12 રાજ્યની 88 અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 88 બેઠક પર મતદાન યોજાવાનું છે. મધ્યપ્રદેશનાં બૈતૂલનાં BSP નાં ઉમેદવારનાં નિધન બાદ તે બેઠક પર 7 મી મે નાં રોજ મતદાન યોજાનાર છે. ત્યારે બીજા તબક્કાના કુલ 1 હજાર 198 ઉમેદવાર મેદાને છે. બીજા તબક્કામાં 5 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 3 અભિનેતા મેદાને છે. વાયનાડથી ભાજપનાં સુરેન્દ્રની સામે રાહુલ ગાંધી મેદાને છે. જ્યારે તિરૂવનંતપુરથી રાજીવ ચંદ્રશંખરની સામે શશિથરૂર મેદાને છે. જ્યારે રાજસ્થાનનાં કોટાથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પામે પ્રહલાદ ગુંજલ મેદાને છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની સામે કરણસિંહ ઉચિયારડા મેદાને છે. ઉત્તર પ્રદેશનાં મેરઠથી પહેલી વખત ચૂંટણી લડનારા રામાયણનાં રામ અરુણ ગોવિલ મેદાને છે. જ્યારે મથુરાથી અભિનેત્રી હેમા માલિની મેદાને છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થવાનું છે. આને લઈને હાઈ-વોલ્ટેજ પ્રચાર અભિયાન બુધવારે સાંજે બંધ થઈ ગયો. 26 એપ્રિલે કેરળની તમામ 20 સીટ પર, કર્ણાટકની 28 સીટોમાંથી 14 સીટ પર, રાજસ્થાનમાં 13 સીટ પર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8-8 સીટો પર, મધ્યપ્રદેશની 7 સીટ પર, આસામ અને બિહારમાં 5-5 સીટ પર મતદાન થશે, જયારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3-3 બેઠકો પર અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું.
દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ) સામેલ છે.
ADVERTISEMENT

દેશની 16 ટકા બેઠકો પર બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન શરૂ થયું છે. બીજા તબક્કાની 88 બેઠકોમાંથી ગઈ વખતની ચૂંટણીમાં, NDAએ 61 બેઠકો જીતી હતી અને UPAએ 24 બેઠકો જીતી હતી, જ્યારે અન્યોએ ત્રણ બેઠકો જીતી હતી. બીજા તબક્કાનાં મતદાનમાં જનતા 2 કેબિનેટ મંત્રી અને 4 રાજ્ય મંત્રીઓનું ભાવિ નક્કી કરશે. આ તબક્કામાં 29 બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી. તેમાંથી કેરળમાં સૌથી વધુ 20 સીટો છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, બીજા તબક્કામાં આઠ બેઠકો પર મતદાન થવાનું છે, જેમાંથી 7 બેઠકો ગઈ વખતે 2019માં ભાજપ પાસે જ હતી.
ADVERTISEMENT
જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર બીજા તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક પર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી હતી. જેના કારણે હવે બીજા તબક્કામાં કુલ 88 બેઠકો પર મતદાન થશે.

ADVERTISEMENT
બીજા તબક્કામાં યુપીની 8 બેઠકો પર મતદાન થશે
બીજા તબક્કામાં, યુપીની જે 8 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે તેમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે. બીજા તબક્કાના મતદાનમાં 91 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તેમાં ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની અને મેરઠથી ચૂંટણી લડી રહેલા અરુણ ગોવિલ પણ સામેલ છે. અમરોહાથી કોંગ્રેસના દાનિશ અલી, ગાઝિયાબાદથી બીજેપીના અતુલ ગર્ગ, ગૌતમ બુદ્ધ નગરથી મહેશ શર્મા પણ મેદાનમાં છે, અને સતત તેમના વિસ્તારોમાં જઈને લોકો પાસેથી સમર્થન માંગી રહ્યા છે.
યુપીમાં ત્રિકોણીય મુકાબલો થશે
યુપીમાં NDA, ઇન્ડિયા બ્લોક અને બહુજન સમાજ પાર્ટી (BSP) વચ્ચે ત્રિકોણીય મુકાબલો થશે. જેમાં તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સત્તારૂઢ એનડીએ માટે પ્રચાર કર્યો, તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બસપા પ્રમુખ માયાવતી અને રાષ્ટ્રીય લોક દળ (RLD)ના વડા જયંત સિંહે તેમની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કર્યો.
ADVERTISEMENT
Urging everyone in constituencies voting today, in the second phase of the Lok Sabha elections, to participate in record numbers. A high voter turnout strengthens our democracy. I especially urge our young voters and women voters to turn out in great numbers. Your vote is your…
— Narendra Modi (@narendramodi) April 26, 2024
ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા સીટ પર બધાની નજર છે. કારણ છે ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અહીથી ચુંટણી લડી રહ્યા છે. ભાજપે ત્રીજી વખત મથુરા સીટ પરથી હેમા માલિનીને મેદાનમાં ઉતાર્યા છે. તે અહીંથી બે વખત જીતી પણ ચુકી છે. હેમા માલિનીને હરાવવા આ બેઠક પર કોંગ્રેસએ મુકેશ ધનગર અને બસપાએ સુરેશસિંહને ટિકિટ આપી છે. મથુરા બેઠક પરથી 10 અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
બિહારની પૂર્ણિયા લોકસભા સીટ શરૂઆતથી જ ચર્ચામાં છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ અહીં બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. પપ્પુ યાદવ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માંગે છે પરંતુ આરજેડી સાથે વાતચીત સફળ થઈ નથી. હવે રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે આ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. બસપા તરફથી અરુણ દાસ મેદાનમાં છે. અહીં કુલ સાત ઉમેદવારો મેદાનમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.