બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:10 PM, 23 August 2026
1/5
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહે ૨૨ ઓગસ્ટે કેતુના સ્વામિત્વ વાળા મઘા નક્ષત્રમાં ગોચર કર્યું છે. બુધ આ નક્ષત્રમાં 29 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે. આ દરમિયાન 28 ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ ઉજવાશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, કેતુના નક્ષત્રમાં બુધનું આ ભ્રમણ ચાર ચોક્કસ રાશિઓ માટે બેહદ શુભ અને ફળદાયી નીવડશે. આ રાશિના જાતકોને નોકરી, વ્યાપાર, સ્વાસ્થ્ય અને આર્થિક ક્ષેત્રે જબરદસ્ત લાભ મળવાના યોગ બની રહ્યા છે.
2/5
બુધના આ નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોની બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. આર્થિક બાબતોમાં સકારાત્મક સંકેતો મળી રહ્યા છે અને જૂના રોકાણમાંથી શ્રેષ્ઠ વળતર મળવાની શક્યતા છે. ક્રિએટિવ અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેમના કામની યોગ્ય ઓળખ મળશે અને સમાજમાં માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં વધારો થશે.
3/5
મિથુન રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કોઈપણ મહત્વપૂર્ણ કામમાં પહેલ કરવાનો આત્મવિશ્વાસ વધશે. માર્કેટિંગ અને નેટવર્કિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને મોટો આર્થિક લાભ થવાની તકો ઊભી થશે. નાના ભાઈ-બહેનોનો પૂર્ણ સહયોગ મળશે, જેનાથી પર્સનલ અને પ્રોફેસનલ લાઇફમાં અટકેલા કામો આગળ વધશે.
4/5
તુલા રાશિના લોકો માટે આવકના નવા અને કાયમી સાધનો ઉભા થવાની પ્રબળ સંભાવના છે. જો તમારું નાણું લાંબા સમયથી ક્યાંક અટવાયેલું કે ફસાયેલું હતું, તો તેની પરત આવવાનો માર્ગ સુગમ બનશે. વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેશે. નવી વ્યાવસાયિક યોજનાઓ સફળ થશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ