બ્રેકિંગ ન્યુઝ
પોસ્ટ ઓફિસ હવે દેશના નાગરિકોને ઘણા પ્રકારની સુવિધાઓ આપી રહ્યું છે. આજના સમયમાં પોસ્ટમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેવિંગ સ્કીમ્સ લોકોની વચ્ચે ખૂબ પોપ્યુલર છે અને લોકો ખૂબ તેમાં રોકાણ પણ કરી રહ્યા છે. માટે આજે અમે પોસ્ટની અમુક ખાસ સ્કીમ્સ વિશે જણાવીશું જેમાં રોકાણ કરીને તમે વધારે સારૂ રિટર્ન હાસિલ કરી શકો છો.
ADVERTISEMENT

પોસ્ટ ઓફિસમાં 1000 રૂપિયા જમા કરવા પર 5 વર્ષમાં કેટલા મળશે?
જો તમે પોસ્ટ ઓફિસનું રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને 1000 રૂપિયા જમા કરાવો છો તો તમને પાંચ વર્ષમાં કુલ 60 હજાર રૂપિયા જમા કરાવશો. રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણની રકમ પર 6.7 ટકાના વ્યાજ દરથી વ્યાજ મળે છે. આ પ્રકારે કુલ જમા રકમ પર તમને 71,369 રૂપિયા મળશે.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ વીમા યોજના 399
ભારતીય પોસ્ટ દેશના આર્થિક રીતે કમજોર વર્ગના લોકો માટે સ્પેશિયલ સામૂહિક દુર્ઘટના સુરક્ષા વીમા સ્કીમ ચલાવી રહ્યું છે. તેમાં ફક્ત 399 રૂપિયા વાર્ષિકના પ્રીમિયમ પર 10 લાખ રૂપિયાનો વીમા હોય છે. દર વર્ષે તેને રિન્યૂ કરવો પડે છે. આ વીમા સ્કીમનો લાભ લેવા માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ખાતું ખોલાવું જરૂરી છે.
.jpg)
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસમાં એફડી કેટલા વર્ષમાં ડબલ થશે?
જો પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમમાં રોકાણ કરી તમને પૈસા ડબલ કરવા છે તો તમે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. જો તમે પાંચ વર્ષ માટે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને 7.4 ટકાના દરથી વ્યાજ મળશે. પરંતુ તમારા રોકાણની રકમ પાંચ વર્ષથી વધારે સમયમાં ડબલ થશે.
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ
પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં રોકાણ કરવું સુરક્ષિત માનવામાં આવે છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈનકમ સ્કીમમાં તમે એક વખત પૈસા જમા કરીને દર મહિને કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસ ગેરેન્ટી રિટર્ન આપવાનો દાવો કરે છે. સાથે જ સ્કીમ બજારથી લિંક નથી.
ADVERTISEMENT
માટે માર્કેટના ઉતાર-ચડાવની આ સ્કીમ પર કોઈ અસર નહીં પડે. મંથલી ઈનકમ સ્કીમ પાંચ વર્ષમાં મેચ્યોર થાય છે. આ સ્કીમમાં તમે 1000 રૂપિયાથી ખાતુ ખોલાવી શકો છો. આ સ્કીમમાં રોકાણની રકમ પર હાલના સમયમાં 7.4 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમ પાંચ વર્ષમાં મેચ્યોર થાય છે.

ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની 5 વર્ષ વાળી સ્કીમ
જો તમે પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમમાં રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો તો રિકરિંગ ડિપોઝિટ સ્કીમને પસંદ કરી શકો છો. રિકરિંગ ડિપોઝિટ સ્કીમ હેઠળ એકાઉન્ટ ખોલાવીને તમે રોકાણની શરૂઆત કરી શકો છો.
વધુ વાંચો: આ કંપનીના IPOનું શેરબજારમાં થયું બમ્પર લિસ્ટિંગ, એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા ડબલ
ADVERTISEMENT
આ સ્કીમમાં રોકાણની મિનિમમ રકમ 100 રૂપિયા છે. કેન્દ્ર સરકાર પોતાની સેવિંગ સ્કીમના વ્યાજદર દર ત્રણ મહિનામાં નક્કી કરે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરનારને 6.7 ટકાના દરે વાર્ષિક રિટર્ન મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.