બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ધર્મ / This four and a half hundred year old temple of Mahadev in Khadiya Ahmedabad is a symbol of the faith of devotees

દેવદર્શન / અમદાવાદમાં આવેલું છે ભગવાન શિવનું હાટ સ્વરૂપ, અહીં હનુમાનદાદાને કહેવામાં આવે છે લંકેશ

Vishnu

Last Updated: 07:24 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાડા ચારસો વર્ષ પહેલાં પેશ્વાઓએ હાટકેશ મહાદેવનુ મંદિર બંધાવ્યુ હતું.આ મંદિરની એક ખાસિયત એ છે કે તે સામાન્ય મંદિર કરતાં થોડુ ઉંચાઇ પર છે

સાડા ચારસો વર્ષ પહેલાં પેશ્વાઓએ હાટકેશ મહાદેવનુ મંદિર બંધાવ્યુ હતું.આ મંદિરની એક ખાસિયત એ છે કે તે સામાન્ય મંદિર કરતાં થોડુ ઉંચાઇ પર છે.કારણ કે જે તે સમયે પેશ્વાઓ હાથી પર જ નગર યાત્રા કરતા.. અને જ્યારે તે નીકળતા તો સવારના સમયે સૌ પહેલાં પ્રભુના દર્શન કરતા હતા.અને મહાદેવના દર્શન વગર અન્ન લેતા નહીં એટલે તેઓ ઠેર ઠેર મંદિરો બંધાવતા. ખાસ વાત એ છે કે તેઓ દર્શન માટે હાથી પર આવતા હોવાથી દરેક મંદિરને   ઉંચાઇ પર બાંધાવતા. પેશ્વાઓએ હાટકેશ મહાદેવનુ મંદિર નાગરોને ભેટમાં આપ્યુ હતું.

મહાદેવએ પોતાના નિવાસના મુખ્ય આઠ ક્ષેત્રો દર્શાવ્યા છે, જેમાં કેદાર, કાશી, કુરૂક્ષેત્ર, પુષ્કર, પ્રભાસપાટણ, કુરુજાંગલ્ય, નેમિષારણ્ય અને હાટકેશ. એટલે નાગર જ્ઞાતિનાં લોકો હોય, ત્યાં હાટકેશ્વર મંદિર અવશ્ય જોવા મળે છે... મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન હોય છે જ્યારે બીજી તરફ હનુમાન દાદા બિરાજમાન હોય છે.. અને હાટકેશ્વર મંદિરમાં પ્રભુના શિવલિંગની આસપાસ જે પ્રભુની મુર્તિ હોય છે તેમાં એક તરફ ગણેશ ગજાનંદ હોય છે અને બીજી તરફ શિવ પરિવાર બિરાજમાન હોય છે જ્યારે હનુમાન દાદાની મૂર્તિ મંદિરની બહારની તરફ હોય છે.. વારે તહેવારે મંદિરે અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે તેમાં સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવે છે અને દેશના નામી સંગીતકારો વિના મુલ્યે લોકોને સંગીત પીરસીને પોતે પણ મહાદેવની ભક્તિ કર્યાનો અહેસાસ કરે છે.

મંદિરનુ નિર્માણ થયુ હતુ તે કાળમાં મંદિરને બનવામાં 24 વર્ષનો સમય લાગયો હતો.. મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી ખાસ પત્થર મંગાવવામાં આવ્યા હતા. તે સમયે ગાડાઓ ભરીને પત્થર મંગાવવામાં આવ્યા હતા. મંદિરમાં હનુમાનનું મંદિર છે તેમાં પ્રભુને એ રીતે દર્શાવવામાં આવ્યાં છે જે સિતા માતાને મુદ્રા આપવા લંકા ગયા હતા.. આ હનુમાનદાદાને લંકેશ કહેવામાં આવે છે.. આવી પ્રભુ હનુમાનજી આપને ભાગ્યેજ ક્યાંક જોવા મળશે 

શહેરીજનો વર્ષોથી હાટકેશ મહાદેવના દર્શને નિયમિત આવે છે તો યુવાપેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે....     

અહીં નાગરોના ઇષ્ટ દેવ હાટકેશ્વર દાદાની જન્મ જયંતી નિમિતે દર વર્ષે લઘુ રુદ્ર અને હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવે છે. અને ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે..આ પરંપરા 400 વર્ષથી અવિરત ચાલે છે.. મંદિર હેરિટેજમાં આવે છે... અને આ મંદિરનું રિનોવેશન પણ હેરિટેજ દ્વારા   કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ