બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shukra gochar 2024 zodiac signs will get huge money benefits

ધર્મ / આજ રાતથી શુક્રનું થશે રાશિ પરિવર્તન, જાણો આ ગોચરની તમારી રાશિ પર કેવી થશે અસર?

Arohi

Last Updated: 08:23 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shukra Gochar 2024: આજે એટલે કે 24 એપ્રિલ 2024એ શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. તો આવો જાણીએ કે શુક્રનું આ રાશિ પરિવર્તન કઈ રાશિ માટે સારૂ માનવામાં આવે છે અને કઈ રાશિ માટે નહીં.

આજે 11.59 વાગ્યે શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 19 મેની સવારે 8.44 વાગ્યા સુધી મેષ રાશિમાં જ ગોચર કરશે. ત્યાર બાદ વૃષભ રાશિમાં જશે. વિવિધ રાશિઓમાં કોઈ પણ ગ્રહના ગોચરનું બધુ રાશિઓ પર પ્રભાવ પડે છે. જાણો તમારી રાશિ પર તેની શું અસર પડશે. 

મેષ 
શુક્ર ગોચરથી તમારી બોલેલી વાતોનો પ્રભાવ પડશે. પરંતુ તમને બીજી મદદ મેળવવામાં મુશ્કેલ થશે. 19 મે સુધી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ગૃહસ્થ સુખ મેળવવા પરિશ્રમ કરવો પડી શકે છે. શુભ ફળ મેળવવા માટે નહાવાના પાણીમાં એક ચમચી હળદર નાખીને સ્નાન કરો. 

વૃષભ 
શુક્રના ગોચરથી તમને શૈય્યા સુખ મળશે. તમને જરૂરના સમયે જીવનસાથી પાસેથી મદદ મળશે. તમને દરેક પ્રકારના સુખસાધન પ્રાપ્ત થશે. સંતાનથી પણ સુખ મળશે. જોકે 19 મે સુધી તમારા ખર્તામાં વધારો થઈ શકે છે. તમને ફાલતુ વસ્તુઓમાં પૈસા લગાવવાથી બચવું જોઈએ. 

મિથુન 
શુક્રના ગોચરથી તમને ધન લાભ થશે. જો તમે પોતાના દરેક કામ જીવનસાથીની સલાહથી કરો તો નિશ્ચિત રીતે તમારી આર્થિક સ્થિતિ સારી થશે. તમારી આવકમાં વધારો થશે અને 19 મે સુધી તમારી ઘણા દિવસોથી અધુરી ઈચ્છા પણ પુરી થઈ શકે છે. 

કર્ક 
શુક્રના ગોચરના પ્રભાવથી જીવનસાથીનું સુખ મળશે. સાથે જ સંતાનની તરફથી શુભ સમાચાર મળી શકે છે. 19 મે સુધી તમારા પિતાની ઉન્નતિમાં મુશ્કેલી આવી શકે છે. સાથે જ તમને પોતાના કરિયરને સારૂ બનાવવામાં વધારે મહેનત કરવી પડી શકે છે. 

સિંહ 
શુક્રના આ ગોચરના પ્રભાવથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે. સાથે જ ધન લાભ થશે. 19 મે સુધી કરવામાં આવેલી તીર્થ યાત્રા સુખદ રહેશે. સાથે જ તમને પોતાની મહેનતનું ફળ જરૂર મળશે. 

કન્યા 
શુક્રના આ ગોચરથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમને કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ નહીં આવે પરંતુ તમને પોતાનું ભોજન સારી રીતે લેવું જોઈએ. જીવનસાથીની દરેક વાતને ધ્યાનથી સાંભળો અને તેમની સલાહથી કામ કરો. 

તુલા
શુક્રના આ ગોચરથી બીજાના પ્રતિ તમારો સ્વભાવ નરમ રહેશે. જીવનસાથી સાથે તમારો સંબંધ સારો રહેશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. પરિવારનો સહયોગ મળશે. સુખની પ્રાપ્તિ થશે. વધારે સમય બહારની યાત્રાઓમાં પસાર થશે. 

વૃશ્ચિક 
શુક્રના ગોચરથી તમને સમય સમય પર પોતાના મિત્રોનો સહયોગ મળી રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી પાસે ધન સામાન્ય રીતે બની રહેશે. 19 મે સુધી તમારા પરિવારની ઉન્નતિ થશે. સંતાન પક્ષ પાસેથી પણ તમને લાભ મળશે. 

ધન 
શુક્રના આ ગોચરના પ્રભાવથી તમે ઘરપરિવાર બાળકોથી પરિપૂર્ણ રહેશો. તમને ધનનો લાભ મળશે. તમારી પાસે નવા વિષયોની જાણકારી વધશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. 
 
મકર 
શુક્રના આ ગોચરના પ્રભાવથી તમને ભૂમિ, ભવન અને વાહનના લાભ મેળવવામાં સરળતા થશે. તમને માતા પાસે હસયોગ મેળવવામાં પણ મુશ્કેલી થશે. જીવનસાથીની ભાવનાઓની કદર કરો. સંતાનના કરિયરને સારૂ બનાવવાનો પ્રયત્ન કરો. 

કુંભ 
શુક્રના ગોચરના પ્રભાવથી ભાઈ-બહેનોની સાથે તમારો સંબંધ સ્થિર બની રહેશે. અચાનક ધન લાભ થઈ શકે છે. તમે પોતાની વાત બીજાને કહેવામાં સંકોચ નહીં કરો. તમારો આત્મવિશ્વાસ વધશે. સાથે જ 19 મે સુધી તમને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. 

વધુ વાંચો: 12 વર્ષ બાદ ફરી બનવા જઇ રહ્યો છે આ સંયોગ, ચમકી ઉઠશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય

મીન 
શુક્રના આ ગોચરના પ્રભાવથી તમને 19 મે સુધી આર્થિક રીતે કોઈ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે. તમને ધનનો લાભ મળશે. તમારી સામે ધનલાભના ઘણા અવસર આવશે. તમને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Shukra Gochar 2024 zodiac signs શુક્ર ગોચર Shukra Gochar 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ