ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અમદાવાદ: સાઉથ પેસિફિક મહાસાગરમાં પહોંચતા પવનની સ્પીડ વધી 140 કિમી થઈ ગઈ. એવું મોજું આવ્યું કે બોટ 90 ડીગ્રી સુધી નમી પોઝિસન પર આવી ગઈ જેમાં પાણી ભરાયું. અમારા જીવવની અંતિમ ક્ષણ છે તેવું વિચારવાની જગ્યાએ આ પરિસ્થિતિને હેન્ડલ કરી કેમ આગળ નિકળવું અમે તે વિચાર્યું. તોફાન 20 કલાક ચાલ્યું. છતાંય અમે બોટને આગળ વધારતા રહ્યા અંતે તોફાન શાંત થયું. આ રીયલ કિસ્સો છે નેવીની સહાયતાથી વિશ્વ પરીભ્રમણાની સફર સમુદ્ર માર્ગે પુરી કરાનાર નેવીની છ મહિલાની. જેમાં પ્રતિભા જામવાલ, વર્તિકા જોષી, પી સ્વાતી, એસ વિજયા દેવી, પાયલ ગુપ્તા, ઐશ્વર્યા બોડ્ડાપટી નામની મહિલા ઓફિસર હતી. જેમણે શહેરની મુલાકાત દરમિયાન આ વાતો શેર કરી હતી.
ADVERTISEMENT
254 દિવસ દરીયામાં સર્વાઈવ કરવા ઓફિસર્સે 1095 દીવસ સુધી ટ્રેનિંગ લીધી
24 કલાક બે મહિલા વારફરથી જાગતી રહેતી
પ્રતિભા જામવાલે કહ્યું કે, બોટ પર અમારા છ લોકોના કામ વહેંચાએલા રહેતા. બોટ પર રાત્રિના પણ બે મેમ્બર તો જાગતા જ રહેતા.
બોટનું સ્ટીયરીંગ તૂટી ગયું તો 12 કલાકે રીપેર કર્યું
વર્તિકા જોષીએ કહ્યું કે, બોટનું સ્ટિયરીંગ અચાનક જ તૂટી ગયું. 12 કલાક મહેનત કરી ટેમ્પરરી સ્ટીયરીંગ રિપેર કરી મોરેશિયસ પહોંચ્યા.
ADVERTISEMENT
50 હજાર જેટલા કિ.મી.ની સફર પૂરી કરી
યાત્રામાં 4 મહાદ્વીપો, 3 મહાસાગર અને ભૂમધ્ય રેખાને પાર કરવા ઉપરાંત 5 દેશોની સફર સાથે 50 હજાર kmની યાત્રા પૂરી કરી હતી.
ગેસ ખૂટી જાય તો ભૂખ્યા રહેવું પડે
નેવી ઓફિસર પાયલ ગુપ્તાએ કહ્યું કે, અમે દરીયામાં દુર સુધી પહોંચી ગયા હોવાથી પાણી અને ગેસના ખુટી જાય તે માટે 25 દિવસ સુધી નાહ્યા વિના જ રહેતા હતા. કેમ કે જો પાણી ગરમ કરવા જઈએ તો ગેસ ખૂટવાથી જમવાનું પણ ના બની શકે કેમ કે જમવાનું ત્યાંજ બનાવતા હતા. જેથી અમારે નાહ્યા વિના જ સમય પસાર કરવો પડતો.
સંકળાયેલા મુદ્દાઓ