બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વ્યાજદરને લઇ US ફેડનો મોટો નિર્ણય, જાણો ભારતીય બજાર પર તેની શું અસર દેખાશે?

બિઝનેસ / વ્યાજદરને લઇ US ફેડનો મોટો નિર્ણય, જાણો ભારતીય બજાર પર તેની શું અસર દેખાશે?

Nidhi Panchal

Last Updated: 09:11 AM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાથી એક મોટો આર્થિક નિર્ણય આવ્યો છે, જે વિશ્વના તમામ બજારો પર અસર કરી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે — હવે બધા જ રોકાણકારોનું ધ્યાન અમેરિકાના આ નિર્ણય પર છે.

અમેરિકાની ફેડરલ રિઝર્વે પોતાના તાજેતરના નીતિ નિર્ણયમાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25% નો ઘટાડો કર્યો છે. આ નિર્ણય અપેક્ષા મુજબ જ હતો, કારણ કે પહેલાંથી જ બજાર નિષ્ણાતો એવો અંદાજ લગાવી રહ્યા હતા કે ફેડ દરોમાં ફરી ઘટાડો કરશે. હવે અમેરિકામાં વ્યાજ દર 3.75% થી 4.00% ની રેન્જમાં આવી ગયો છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ફેડે એટલોજ ઘટાડો કર્યો હતો, ત્યારે દર 4% થી 4.25% વચ્ચે હતો.

america-2

આ નિર્ણય સાથે ફેડરલ રિઝર્વે આ વર્ષે સતત બીજો દર ઘટાડો કર્યો છે, અને સ્પષ્ટ કરી દીધું છે કે 2025 સુધી તે નીતિ દરોમાં સુધારા ચાલુ રાખી શકે છે. ફેડની બેઠકમાં આ નિર્ણય 10-2 મતોથી મંજૂર થયો. એક સભ્યએ દર ઘટાડાથી પોતાને દૂર રાખ્યા, જ્યારે બીજા સભ્યે 50 બેસિસ પોઈન્ટ ઘટાડો કરવાની માંગણી કરી હતી.

america

વધુ દર ઘટાડાની સંભાવના

ફેડના ચેરમેન જેરોમ પોવેલે સપ્ટેમ્બરની બેઠક વખતે વધુ દર ઘટાડાની સંભાવના દર્શાવી હતી, પરંતુ આ વખતે તેમણે આગામી (ડિસેમ્બર) બેઠકમાં વધુ ઘટાડો થશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી. તેમણે કહ્યું કે ડિસેમ્બર બેઠક માટે સમિતિમાં વિવિધ મંતવ્યો છે અને અંતિમ નિર્ણય તે સમયે લેવામાં આવશે. ફેડની આગામી નીતિ બેઠક ડિસેમ્બર મહિનામાં યોજાશે.

vtv app promotion

જાહેર કરાયેલા નિવેદન

ફેડ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, તાજેતરના આર્થિક આંકડા દર્શાવે છે કે યુએસની આર્થિક પ્રવૃત્તિ ધીમી ગતિએ આગળ વધી રહી છે. રોજગાર વૃદ્ધિમાં ઘટાડો નોંધાયો છે અને બેરોજગારીમાં થોડો વધારો થયો છે. મોંઘવારી હજી પણ થોડો ઊંચો સ્તરે છે, તેથી ફેડે અર્થતંત્રને સ્થિર રાખવા માટે વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

હવે પ્રશ્ન એ છે કે આ અમેરિકન નિર્ણયનો ભારતના બજારો પર શું પ્રભાવ પડશે?

વિશ્વભરના નાણાકીય બજારોમાં અમેરિકાની નીતિનો સીધો અસરકારક પ્રભાવ પડે છે. ફેડના દર ઘટાડાના નિર્ણય બાદ એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે જાપાનનો નિક્કી રેડ ઝોનમાં છે.

આ પણ વાંચો : મોટા સમાચાર : ટ્રમ્પે ફોડી દીધો સાચો બોમ્બ! કરી દીધું પરમાણું પરીક્ષણનું એલાન, દુનિયામાં ફફડાટ

ભારતીય બજારમાં પણ શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીમાં વધારો જોવા મળ્યો છે. બુધવારેના સત્રમાં સેન્સેક્સ 368.97 પોઈન્ટ વધીને બંધ થયો હતો અને નિફ્ટી 117 પોઈન્ટના વધારા સાથે સમાપ્ત થયો હતો. આથી સ્પષ્ટ છે કે અમેરિકાના આ નીતિગત ફેરફારનો સીધો પ્રભાવ ભારત સહિત આખા એશિયન બજારો પર જોવા મળશે — હવે સૌની નજર ડિસેમ્બરની ફેડ બેઠક પર છે, જ્યાંથી આગામી દિશા નક્કી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Fed Jerome Powell Interest Rate Cut
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ