બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ચાંદીપુરાના વધતા કેસોને લઈને ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, 12 પોઝિટિવ અને 8 મોત

ગાંધીનગર / ચાંદીપુરાના વધતા કેસોને લઈને ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, 12 પોઝિટિવ અને 8 મોત

Published By: Vishal Khamar

Last Updated: 04:26 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ચાંદીપુરાના વધતા કેસને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. ચાંદીપુરાની સ્થિતિની સમીક્ષા કરવા ગાંધીનગરમાં બેઠક યોજવામાં આવી છે. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. સ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચાંદીપુરાના કેસોની હાલની સ્થિતિ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.

ચાંદીપુરાના કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરાના કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ કેસો મહેસાણા, પંચમહાલ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ અને ખેડા જિલ્લામાંથી સામે આવ્યા છે. તપાસ દરમિયાન 12 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા માટે પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

8 દર્દીઓના મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સજ્જ બન્યું

આ રોગના કારણે અત્યાર સુધી 8 દર્દીઓના મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સજ્જ બન્યું છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ ગત વર્ષે જ્યાંથી ચાંદીપુરાના કેસ નોંધાયા હતા તે વિસ્તારોમાં પણ આરોગ્ય ટીમો દ્વારા ફરી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ બે માસૂમ સંતાનો સહિત પતિને પડતો મૂકી મહિલા ભત્રીજા સાથે ફરાર, કરી હર્ષ સંઘવીને વિનંતી

અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ

રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. ઉપરાંત લોકોમાં જાગૃતિ ફેલાવવા, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અને બાળકોના આરોગ્ય પર ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાના પગલાં લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipura cases Gujarat Health Department Chandipura virus Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ