બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ઘટના સ્થળે પોલીસ કરશે રિકન્સ્ટ્રક્શન

કાર્યવાહી / અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ઘટના સ્થળે પોલીસ કરશે રિકન્સ્ટ્રક્શન

Published By: Vishal Khamar

Last Updated: 05:13 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે આરોપીઓની તાત્કાલીક અટકાયત કરી હતી. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી સામે આવી છે. કોર્ટે કેસમાં ઝડપાયેલા આરોપીઓના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આરોપીઓની હાજરીમાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને બ્લાસ્ટ કેવી રીતે થયો અને સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની વિગતવાર તપાસ કરશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવશે રિક્નસ્ટ્રકશન

પોલીસના જણાવ્યા અનુસાર, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ પાસેથી ઘટનાસ્થળ પર અનેક મહત્વપૂર્ણ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ, સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને ઘટનામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે મુદ્દાઓ પર પણ તપાસ કેન્દ્રિત રહેશે.

પોલીસ આરોપીઓનું ઘટના સ્થળે કરશે રિક્નસ્ટ્રકશન

રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ અને તપાસ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરાશે.

પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી

આ કેસમાં અત્યાર સુધી મળેલા પુરાવા અને આરોપીઓની પૂછપરછના આધારે પોલીસ વધુ મહત્વપૂર્ણ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. રિકન્સ્ટ્રક્શન બાદ તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદ્દીક સૈયદની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર કેસની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ પણ તેજ કરી છે.

ahd fire

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2014માં પણ આ જ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. તે સમયે ફેક્ટરીનું સંચાલન રમીલાબેન ડોડિયા કરતા હતા અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. હવે ફરી એકવાર આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં જૂની ઘટના પણ ફરી ચર્ચામાં આવી છે. હાલ આ ફટાકડાની ફેક્ટરી મેહુલ ડોડિયાના નામે ચાલી રહી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ ખેતરમાં શેડ બનાવીને ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતા હતા. આરોપી મેહુલ ડોડિયા ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતો હતો, જ્યારે તેની માતા રમીલાબેન ડોડિયા ફેક્ટરીનું સંચાલન કરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં ખાસ કરીને ગણેશ વિસર્જન માટેના ઓર્ડરના ફટાકડા તૈયાર કરવામાં આવતા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન જરૂરી નિયમો અને સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

પોલીસે મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદ્દીક સૈયદ સામે માનવવધનો ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી 15 કિલોથી વધુ વિસ્ફોટક સામગ્રી (એક્સપ્લોઝિવ)નો જથ્થો પણ મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાસે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી રાખવાની કોઈ પરમિશન નહોતી. તેમ છતાં તેઓ ગેરકાયદેસર રીતે વિસ્ફોટકનો જથ્થો સંગ્રહ કરીને ફટાકડાનું ઉત્પાદન કરી રહ્યા હતા.

તપાસમાં સાદ્દીક સૈયદ અંગે પણ મહત્વનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ સાદ્દીક ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પણ ભાગીદાર હતો. કપડવંજની ફેક્ટરીમાં અંદાજે 15 દિવસ પહેલાં જ આગ લાગી હતી. આ ઘટના બાદ સાદ્દીક અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં ભાગીદાર બન્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હવે પોલીસે બંને ફેક્ટરી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં અને અન્ય લોકોની પણ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કમાલ, 11 માસની બાળકીના ગળામાંથી કાનની બુટ્ટી બહાર કાઢી

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં થયેલી આ ધરપકડ બાદ પોલીસે સમગ્ર મામલે વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીઓ અને વિસ્ફોટક સામગ્રીના ગેરકાયદે સંગ્રહ અંગે પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા હોવાથી તપાસ હજુ પણ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad firecracker factory blast Ahmedabad blast case 7-day remand

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ