બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / મોટા સમાચાર : ટ્રમ્પે ફોડી દીધો સાચો બોમ્બ! કરી દીધું પરમાણું પરીક્ષણનું એલાન, દુનિયામાં ફફડાટ
Last Updated: 09:03 AM, 30 October 2025
30 વર્ષ બાદ અમેરિકા પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ કોરિયામાં ચીની પ્રેસિડન્ટ જિનપિંગને મળતાં પહેલાં એવું એલાન કર્યું છે અમેરિકા હવે પરમાણુ પરીક્ષણ કરશે અને ડિપાર્ટમેન્ટ ઓફ વોરને તેનો આદેશ આપી દેવાયો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું: "અન્ય દેશોના પરીક્ષણ કાર્યક્રમોને કારણે, મેં યુદ્ધ વિભાગને અમારા પરમાણુ શસ્ત્રોનું સમાન સ્તરે પરીક્ષણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થશે.
ADVERTISEMENT
JUST IN ONE HOUR AGO.. there comes a time.. Stand off? We are there. https://t.co/jHaP1j3mo2 pic.twitter.com/nPf3cMYKSe
— Juan O Savin 107 (@JuanOSavin107) October 30, 2025
અમેરિકા પાસે બીજા દેશો કરતાં વધુ પરમાણુ શસ્ત્રો
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાની જાહેરાત સાથે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા પાસે વિશ્વના કોઈપણ દેશ કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે."
અમેરિકા કે રશિયા કોની પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે. જોકે, આંતરરાષ્ટ્રીય ડેટા આ દાવો ખોટો દર્શાવે છે. ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ અનુસાર, રશિયા પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે, જેમાં 5,500 થી વધુ છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે આશરે 5,044 છે.
રશિયાએ કર્યું અણુ મિસાઈલનું પરીક્ષણ
ADVERTISEMENT
રશિયાએ 21 ઓક્ટોબરના રોજ પરમાણુ સંચાલિત મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ટ્રમ્પે તેને એક ભૂલ ગણાવી હતી અને પુતિનને મિસાઇલ પરીક્ષણ કરવાને બદલે યુદ્ધ બંધ કરવા વિનંતી કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે આ ચાર વર્ષનું યુદ્ધ થવાનું છે જે એક અઠવાડિયામાં સમાપ્ત થવાનું છે, પુતિને આ વાતનું ધ્યાન આપવું જોઈએ.
વધુ વાંચો : 21મા હપ્તા પહેલાં કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી આ મોટી ગિફ્ટ, જગતના તાતમાં વ્યાપી ખુશાલી
ADVERTISEMENT
અમેરિકાએ છેલ્લે કયારે કર્યું પરમાણુ પરીક્ષણ
અમેરિકાએ છેલ્લે 23 સપ્ટેમ્બર, 1992ના રોજ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તે જ વર્ષે, તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.