બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:10 AM, 19 July 2026
US Air Strike On Iran: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત અને એકના ગુમ થયા બાદ અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર ઈરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. સેન્ટકોમ અનુસાર આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અને IRGC ને જવાબ આપવાનો છે.
ADVERTISEMENT
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ સતત વધી રહ્યો છે. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ શનિવારે જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકી સૈન્યએ ઈરાન સામે વધુ એક મોટી હવાઈ ઝુંબેશ શરૂ કરી છે.
🚨 Cluster missiles from Iran are raining down on U.S. military bases in Bahrain and Jordan.
— IRGC (@IRGC_NEWS) July 18, 2026
In one of the fiercest attacks on the Epstein Club since the war began... pic.twitter.com/c5RYWJ7gp3
ADVERTISEMENT
એક સત્તાવાર નિવેદનમાં સેન્ટકોમે જણાવ્યું હતું કે, "કમાન્ડર-ઇન-ચીફના નિર્દેશ પર અમેરિકી દળોએ ઈરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક શિપિંગને ધમકી આપવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવાનો અને ગઈકાલે રાત્રે જોર્ડનમાં યુએસ સૈનિકો પર હુમલો કરનારા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દળોને તાત્કાલિક અને ગંભીર પાઠ ભણાવવાનો છે."
અમેરિકાનો આરોપ છે કે શુક્રવારે રાત્રે જોર્ડનમાં અમેરિકન સૈનિકો પર થયેલા બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા પાછળ IRGCનો હાથ હતો. અમેરિકન સૈન્યએ અહેવાલ આપ્યો છે કે 17 જુલાઈના જોર્ડનમાં ઈરાની હુમલા દરમિયાન બે અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા અને એક ગુમ થયો છે. ચાર ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અન્ય ઘાયલ સૈનિકોએ સારવાર બાદ ફરજ પર પાછા ફર્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ LoC પર વધુ એક નાપાક હરકત, સરહદ પારથી પાકિસ્તાને કર્યું ફાયરિંગ
ADVERTISEMENT
CENTCOM એ કહ્યુ કે શહીદ સૈનિકોની ઓળખ હાલમાં જાહેર કરવામાં આવશે નહીં. તેમના પરિવારોને જાણ કર્યા પછી જ તેમના નામ જાહેર કરવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈનિકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, "આ ખૂબ દુ:ખદ ઘટના છે. તેઓ આપણા દેશની સેવા કરતા શહીદ થયા."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.