બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મહિલા પોલીસકર્મી પર શ્રદ્ધાળુને થપ્પડ મારવાનો આરોપ | વીડિયો વાયરલ

મથુરા / વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મહિલા પોલીસકર્મી પર શ્રદ્ધાળુને થપ્પડ મારવાનો આરોપ | વીડિયો વાયરલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:16 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banke Bihari Temple Vrindavan: ઉત્તર પ્રદેશના યાત્રાધામ મથુરા-વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં ભક્તોની મોટી ભીડ વચ્ચે એક મહિલા પોલીસ અધિકારી અને એક પુરુષ ભક્ત વચ્ચે થયેલી ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Banke Bihari Temple Vrindavan: ઉત્તર પ્રદેશના યાત્રાધામ મથુરા-વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં ભક્તોની મોટી ભીડ વચ્ચે એક મહિલા પોલીસ અધિકારી અને એક પુરુષ ભક્ત વચ્ચે થયેલી ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક્ઝિટ ગેટ પર ભીડ નિયંત્રણ દરમિયાન શરૂ થયેલ રકઝક મારપીટ સુધી પહોચી હતી.

મથુરાના વૃંદાવનમાં વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં ભક્તોનો ધસારો સતત વધી રહ્યો છે. રવિવારે ભીડના દબાણને કારણે એક મહિલા પોલીસ અધિકારી અને એક ભક્ત વચ્ચે થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલ છે કે રવિવાર રજાનો દિવસ હોવાથી ભક્તોની ભીડ બાંકે બિહારી મંદિરમાં ઉમટી પડી હતી. કોઈ મુદ્દા પર એક મહિલા પોલીસ અધિકારી અને એક પુરુષ ભક્ત વચ્ચે થયેલા બોલાચાલી બાદ વિવાદ વધતા મારપીટ થઇ હતી.

એક વીડિયોમાં એક મહિલા પોલીસ અધિકારી એક શ્રદ્ધાળુને માર મારતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા પછી આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ Parliament March / જંતર-મંતર પરથી CJP મંચ ખાલીખમ, હટાવાયા પ્રદર્શનકારીઓ, જાણો સંસદ માર્ચની 10 મોટી વાતો

માહીતી અનુસાર 19 જુલાઈના વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં એક મહિલા પોલીસ અધિકારી અને દર્શનાર્થી વચ્ચે થયેલી ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સીઓના જણાવ્યા અનુસાર મહિલા પોલીસ અધિકારી બાંકે બિહારી મંદિરના એક્ઝિટ ગેટ નંબર 4 પર તૈનાત હતી, જ્યાં દર્શન કર્યા પછી બહાર નીકળતા એક યુવકે મહિલા પોલીસ અધિકારીને ધક્કો માર્યો અને ગેરવર્તણૂક કરી.

ત્યારબાદ મહિલા પોલીસ અધિકારીએ વળતો જવાબ આપ્યો. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો છે અને યુવકે સ્વેચ્છાએ મહિલા પોલીસ અધિકારીની માફી માંગી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mathura Banke Bihari Temple Uttar Pradesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ