ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / કેનેડાના જંગલની આગનો ધુમાડો પહોંચ્યો અમેરિકા સુધી, તો ટ્રમ્પે આપી દીધી ટેરિફ વધારવાની ધમકી
Last Updated: 08:54 AM, 18 July 2026
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કેનેડા સામેની તેમની ટેરિફ કેંપેનમાં જંગલની આગના મુદ્દાનો પણ સમાવેશ કર્યો છે. ટ્રમ્પે આક્ષેપ કર્યો છે કે કેનેડા તેના જંગલોનું યોગ્ય રીતે સંચાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે લાગેલી આગનો ધુમાડો અમેરિકાના અનેક રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદૂષણને કારણે અમેરિકાને થયેલા નુકસાનની ભરપાઈ કેનેડાએ કરવી પડશે અને આ ખર્ચ હાલના ટેરિફમાં ઉમેરવામાં આવશે.
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, કેનેડા તેના જંગલોનો નાશ કરી રહ્યું છે અને ત્યાંની ઝાડીઓ તથા છોડવાઓની યોગ્ય રીતે સફાઈ કે જાળવણી કરતું નથી. પરિણામે, અસ્વચ્છ, પ્રદૂષિત અને જોખમી હવા સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેલાઈ રહી છે. તેમણે કહ્યું કે, આ હવા લોકો માટે હાનિકારક છે અને તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
કેનેડાઇ PM સાથે વાત કરશે ટ્રંપ
ADVERTISEMENT
ટ્રમ્પએ કહ્યું, કે તેઓ આ મુદ્દે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથે વાત કરશે. તેમણે કહ્યું કે તેઓ જાણવા માંગે છે કે, જંગલની આગને રોકવા માટે કેનેડાની સરકાર કેવા પગલાં લઈ રહી છે. ટ્રમ્પના મતે, આ ધુમાડાને કારણે અમેરિકાને થયેલું આર્થિક નુકસાન અકલ્પનીય છે. તેમણે કેનેડા પર જાણીજોઈને બેદરકારી દાખવવાનો આરોપ પણ મૂક્યો. ટ્રમ્પનું માનવું છે કે, આ સમસ્યા દર વર્ષે સર્જાય છે અને તેનો બોજ અમેરિકન નાગરિકોએ વેઠવો પડે છે. તેથી, આ પ્રદૂષણનો ખર્ચ કેનેડાથી આવતી વસ્તુઓ પરના હાલના ટેરિફમાં ઉમેરવામાં આવશે.
કેનેડામાં 850 જંગલ આગની લપેટમાં
ADVERTISEMENT
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર કેનેડામાં લગભગ 850 સ્થળોએ જંગલની આગ લાગી છે. તેમાંથી 180થી વધુ આગ માત્ર ઑન્ટારિયો પ્રાંતમાં જ સક્રિય છે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસા (NASA) અનુસાર, આ આગનો ધુમાડો ઉત્તર અમેરિકાના વિશાળ વિસ્તારમાં ફેલાઈ ગયો છે.આ ધુમાડાને કારણે અમેરિકાના 20 થી વધુ રાજ્યોમાં એર ક્વોલિટી એલર્ટ જારી કરવામાં આવી છે. 'અપર મિડવેસ્ટ'થી લઈને 'નોર્થ-ઈસ્ટ' સુધીના વિવિધ વિસ્તારોના રહેવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘરની બહાર વિતાવતો સમય મર્યાદિત રાખે અને શારીરિક રીતે વધુ શ્રમ માંગી લે તેવી પ્રવૃત્તિઓ ટાળો કારણ કે હવામાં સૂક્ષ્મ રજકણોનું પ્રમાણ એવા સ્તરે પહોંચી ગયું છે જેને સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે.
જોકે, જંગલની આગની સમસ્યા માત્ર કેનેડા પૂરતી સીમિત નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ 150 થી વધુ સ્થળોએ જંગલમાં આગ લાગી છે, જેમાં મિશિગનના કેટલાક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ઉત્તર અમેરિકાના ઘણા ભાગોમાં લાંબા સમયથી ચાલી રહેલો દુષ્કાળ અને વિક્રમી ગરમીએ આ આગના ઝડપથી ફેલાવા પાછળનાં મુખ્ય કારણો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મેક્સિકોમાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
કેવી રીતે લાગુ થયો એક્સ્ટ્રા ટેરિફ
ADVERTISEMENT
જોકે ટ્રમ્પે કેનેડા પર એક્સ્ટ્રા ટેરિફ લગાવવાની ધમકી આપી છે, પરંતુ તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે કયા કાયદા હેઠળ આવું કરવામાં આવશે. સામાન્ય રીતે આયાતી માલસામાન પર જકાત લગાવવામાં આવે છે, જ્યારે સરહદ ઓળંગીને આવતા ધુમાડા કે વાયુ પ્રદૂષણ પર જકાત લાદવા માટે કોઈ સ્પષ્ટ કાનૂની જોગવાઈ નથી. તેથી, ટ્રમ્પ વ્યવહારમાં આ પ્રસ્તાવનો અમલ કેવી રીતે કરશે તે સ્પષ્ટ નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT