બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુપ્ત નવરાત્રિમાં કન્યા પૂજન કેમ કરાય છે? જાણો સાચી વિધિ અને તેનું મહત્ત્વ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ગુપ્ત નવરાત્રિમાં કન્યા પૂજન કેમ કરાય છે? જાણો સાચી વિધિ અને તેનું મહત્ત્વ

Last Updated: 04:48 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુપ્ત નવરાત્રિની આઠમ કે નવમે 2થી 10 વર્ષની 9 કન્યાઓ અને એક બાળકનું વિધિવત્ પૂજન કરવાથી દુર્ગા માતાની કૃપા પ્રાપ્ત થાય છે. જેમાં આ ઉપાયથી આખું વર્ષ સુખ, સૌભાગ્ય, ધન-ધાન્યનો આશીર્વાદ મળે છે.

1/6

photoStories-logo

1. કન્યા પૂજન

હિંદુ ધર્મમાં દુર્ગા માતાની સાધના માટે આષાઢ માસની ગુપ્ત નવરાત્રિના 9 દિવસ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જેમાં શક્તિની સાધના ત્યારે જ પૂર્ણ કહેવાય છે જ્યારે અંતિમ દિવસોમાં કન્યાઓનું પૂજન કરવામાં આવે. જેમાં ગુપ્ત નવરાત્રિની આઠમ કે નવમી તિથિએ કન્યા પૂજન કેવી રીતે કરવું? તેની સાચી વિધિ, મંત્ર અને ઉપાય વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કન્યા પૂજન કેવી રીતે કરવું?

ગુપ્ત નવરાત્રિમાં આઠમ (21 જુલાઈ 2026, મંગળવાર) કે નવમેં (22 જુલાઈ 2026, બુધવાર)ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઊઠીને તન-મનથી શુદ્ધ થઈ જાઓ. દેવી પૂજા કર્યા બાદ 2 થી 10 વર્ષની 9 કન્યાઓ અને એક બાળકને ઘરે ભક્તિભાવથી બોલાવો. આ કન્યાઓને બાળકને અક્ષતથી તિલક લગાવો અને દોરો બાંધો. તેમને આસન પર બેસાડો અને વિધિ-વિધાનથી પૂજન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કન્યા પૂજન મંત્ર

મંત્રાક્ષરમયીં લક્ષ્મીં માતૃણાં રૂપધારિણીમ્। નવદુર્ગાત્મિકાં સાક્ષાત્ કન્યામાવાહયામ્યહમ્જ ગત્પૂજ્યે જગદ્વન્દ્યે સર્વશક્તિસ્વરૂપિણિ। પૂજાં ગૃહાણ કૌમારિ જગન્માતર્નમોસ્તુ તે॥

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કન્યા પૂજનનો મહાઉપાય

પૂજા બાદ વિદાય પહેલાં પોતાની શક્તિ મુજબ દરેક કન્યાને વસ્ત્ર, ધન કે ઉપહાર આપીને આશીર્વાદ લો. જો આવું ના કરી શકો તો એક પીળા કપડામાં સાબુત હળદર, અક્ષત અને સિક્કો બાંધીને આપો અને પગે લાગીને આશીર્વાદ મેળવો. 9 કન્યાઓ અને બાળકને આગામી નવરાત્રિમાં ફરી આવવાનું નિમંત્રણ આપીને વિદાય કરો. આ ઉપાયથી આખું વર્ષ સુખ, સૌભાગ્ય અને ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 9 કન્યાઓના પૂજનનું ફળ

2 વર્ષની કન્યાના પૂજનથી વંશવૃદ્ધિ, 3 વર્ષની કન્યાના પૂજનથી દુઃખ દૂર કરી ધન-ધાન્ય , 4 વર્ષની કન્યાના પૂજનથી સર્વ કલ્યાણ, 5 વર્ષની કન્યાના પૂજનથી આરોગ્ય અને માન-સન્માન, 6 વર્ષની કન્યાના પૂજનથી શત્રુ પર વિજય, 7 વર્ષની કન્યાના પૂજનથી સુખ-ઐશ્વર્ય, 8 વર્ષની કન્યાના પૂજનથી વિદ્યા અને સફળતા, 9 વર્ષની કન્યાના પૂજનથી સંકટો દૂર કરી કામનાપૂર્તિ, 10 વર્ષની કન્યાના પૂજનથી સુખ-સૌભાગ્ય સાથે મોક્ષનું આશીર્વાદનું ફળ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gupta Navratri worship Kanya Puja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ