બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાને કાબુલમાં હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા: એરસ્ટ્રાઈક બાદ યુદ્ધ જેવી સ્થિતિ

વિશ્વ / પાકિસ્તાને કાબુલમાં હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા: એરસ્ટ્રાઈક બાદ યુદ્ધ જેવી સ્થિતિ

Priykant Shrimali

Last Updated: 07:50 AM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Afghanistan Conflict : કાબુલના વિવિધ વિસ્તારોમાં થયેલા બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારના અવાજોથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો, હુમલાઓમાં લગભગ 400 લોકોના મોત થયા હોવાનો દાવો

Pakistan Afghanistan Conflict : તાજેતરના દિવસોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો છે. સોમવારની રાત્રે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત કેટલાક વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા મુજબ આ હુમલાઓમાં ભારે જાનહાનિ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, કાબુલના વિવિધ વિસ્તારોમાં થયેલા બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારના અવાજોથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. કેટલીક માહિતી મુજબ આ હુમલાઓમાં લગભગ 400 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે.

કાબુલના અનેક વિસ્તારો બન્યા નિશાન

હુમલાઓ દરમિયાન કાબુલના દારુલઅમાન, અરજાન કીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટોની ખબર સામે આવી છે. અફઘાનિસ્તાનની હાલની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક વ્યસન મુક્તિ હોસ્પિટલ પર પણ બોમ્બ ફેંક્યા. તેમના કહેવા મુજબ આ હુમલો માનવતા વિરુદ્ધનો ગંભીર ગુનો છે અને અફઘાનિસ્તાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન છે.

પાકિસ્તાનનો ઇનકાર

આ આરોપો અંગે પાકિસ્તાન તરફથી અલગ દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ કહ્યું કે હોસ્પિટલ પર કોઈ હુમલો કરવામાં આવ્યો નથી. પાકિસ્તાનના જણાવ્યા મુજબ આ કાર્યવાહી માત્ર સૈન્ય ઠેકાણાઓ, હથિયારોના સંગ્રહ અને ટેકનિકલ સાધનોના ભંડારને નિશાન બનાવીને કરવામાં આવી હતી. તેમના અનુસાર આ સ્થળોનો ઉપયોગ પાકિસ્તાન સામે હુમલાની તૈયારી માટે કરવામાં આવી રહ્યો હતો.

સરહદ પર તણાવનો વધતો સિલસિલો

તાજેતરના અઠવાડિયામાં બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં અનેક વખત અથડામણો થઈ છે. અહેવાલો મુજબ પાકિસ્તાને પહેલા પણ કંધાર વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાનનું કહેવું છે કે આ કાર્યવાહી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામે કરવામાં આવી હતી. આ ઘટનાના જવાબમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે.

સામાન્ય લોકો પર અસર

સંઘર્ષની આ પરિસ્થિતિનો સીધો અસર સામાન્ય લોકો પર પડી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી સૈન્ય કાર્યવાહીમાં ઘણા નાગરિકોના મોત થયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. આ પરિસ્થિતિના કારણે અંદાજે 1 લાખથી વધુ લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવા મજબૂર થયા છે.

આ પણ વાંચો : VIDEO : મોતની અફવા ફેલાતાં ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ વીડિયો શેર કર્યો, જુઓ શું કરી રહ્યાં છે

TTPને લઈને વિવાદ

પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર આરોપ લગાવતું રહ્યું છે કે તે પોતાની જમીન પરથી TTP જેવા સંગઠનોને કાર્ય કરવાની મંજૂરી આપે છે. બીજી તરફ અફઘાનિસ્તાન આ આરોપોને સતત નકારી રહ્યું છે. આ મુદ્દાને લઈને બંને દેશો વચ્ચે તણાવ સતત વધતો રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Afghanistan Conflict Kabul Airstrike , Taliban Government TTP Militant Group
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ