બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : મોતની અફવા ફેલાતાં ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ વીડિયો શેર કર્યો, જુઓ શું કરી રહ્યાં છે
Last Updated: 10:24 PM, 16 March 2026
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર ફેલાતા તેમના મૃત્યુની અફવાઓનો મજાક ઉડાવતો એક વીડિયો બહાર પાડ્યો છે. આ વીડિયોમાં તેઓ એક કેફેમાં કોફી ઓર્ડર કરતા અને મજાકમાં કહેતા જોવા મળે છે, "હું મરી ગયો છું." આ એક હિબ્રુ વાક્ય છે જેનો અર્થ થાય છે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ સાથે ખૂબ જ પ્રેમમાં છે. તેમના મોતની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે અમુક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સના એક વીડિયોમાં એક હાથ પર 6 આંગળીઓ દેખાઈ હતી, જેને લોકોએ AI દ્વારા જનરેટેડ અને નેતન્યાહૂના મૃત્યુના પુરાવા તરીકે વર્ણવ્યું હતું.
ADVERTISEMENT
אומרים שאני מה? צפו >> pic.twitter.com/ijHPkM3ZHZ
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 15, 2026
આ વીડિયોમાં બેન્જામિન નેતન્યાહૂએ બંને હાથ ઉંચા કર્યા અને પોતાની આંગળીઓ બતાવતા કહ્યું, "શું તમે મારી આંગળીઓ ગણવા માંગો છો? અહીંયા જુઓ બહુ સારી છે." જેમાં તેમને સ્પષ્ટતા કરી કે તેઓ જીવિત છે અને મોતની અફવાઓ પાયાવિહોણી છે. આ ઘટના ઇઝરાયલ-ઈરાન યુદ્ધના 16મા દિવસે બની હતી. આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું, ત્યારબાદ ઈરાને ઇઝરાયલ અને ખાડી દેશોમાં યુએસ બેઝ પર હુમલા શરૂ કર્યા હતા.
ADVERTISEMENT
ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનમાં 15,000 થી વધુ સ્થળો પર હુમલા કર્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના ઇરાની છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે રવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, જો નેતન્યાહૂ જીવતા રહેશે તો તેઓ તેમને તેમની બધી શક્તિ યુઝ કરીને તેમને મારી નાખશે.

ADVERTISEMENT
નેતન્યાહૂએ એક વીડિયોમાં ઇઝરાયલી નાગરિકોને તાજી હવાના શ્વાસ લેવાની પરંતુ સલામત સ્થાનની નજીક રહેવાની અપીલ કરી હતી. તેમને કહ્યું હતું કે, જનતાની સહનશક્તિ અદ્ભુત છે, જે સરકાર, આઇડીએફ અને મોસાદને શક્તિ આપે છે. તેઓ ઇરાન પર ખૂબ જ મજબૂત હુમલાઓ કરવાનું ચાલુ રાખી રહ્યા છે પરંતુ તેને વિસ્તૃત કરી શક્યા નથી. તેમને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાની અને હંમેશા સલામત સ્થાનની નજીક રહેવાની સલાહ આપી. તેમને શક્ય એટલા પ્રતિબંધો હળવા કરવાનું વચન પણ આપ્યું હતું.
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નેતન્યાહૂએ રમૂજી રીતે તેમનો જોમ અને જુસ્સો સાબિત કર્યો હતો. તેમને કોફીના વખાણ કરતા કહ્યું કે તે શાનદાર હતી. એકંદરે આ વીડિયો યુદ્ધ દરમિયાન નેતન્યાહૂની હિંમત અને રમૂજ દર્શાવે છે. કેમ કે, આ વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.