બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નેપાળમાં RSPની લહેર, ડાબેરીઓ 'ગાયબ', Gen Zના ખાસ બાલેને ઓલીને પછાડ્યાં

ચૂંટણી 2026 / નેપાળમાં RSPની લહેર, ડાબેરીઓ 'ગાયબ', Gen Zના ખાસ બાલેને ઓલીને પછાડ્યાં

Priyankka Triveddi

Last Updated: 10:45 AM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં 5 માર્ચના રોજ યોજાયેલી સામાન્ય ચુંટણીની મતગણતરી ચાલી રહી છે અને આ મતગણતરીના શરૂઆતના પરિણામ જોતાં દેશની રાજનીતિમાં મોટા ધરમૂળથી ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે.

Nepal Election 2026: નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ યોજાયેલી ઐતિહાસિક સામાન્ય ચૂંટણી માટે મત ગણતરી ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને પ્રારંભિક વલણો દેશના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત આપી રહ્યા છે. સપ્ટેમ્બર 2025માં શરૂ થયેલી “Gen Z” ચળવળ પછી આ પહેલી ચૂંટણી હોવાથી સમગ્ર દેશની નજર તેના પરિણામો પર છે. આ ચળવળના કારણે તે સમયના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકારને હટાવવાની સ્થિતિ ઉભી થઈ હતી. હવે આવી પરિસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં જૂના અને પરંપરાગત પક્ષો, ખાસ કરીને ડાબેરી અને સામ્યવાદી જૂથોની રાજકીય પકડ નબળી પડી રહી હોવાના સંકેતો મળ્યા છે. બીજી તરફ યુવાનોના વિશાળ સમર્થન પર ઉભરી આવેલી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) દેશભરમાં નવી રાજકીય શક્તિ તરીકે સામે આવી રહી છે.

275 બેઠકો 60 ટકા મતદાન નોંધાયું

નેપાળની સંસદના નીચલા ગૃહ ‘પ્રતિનિધિ સભા’ની કુલ 275 બેઠકો માટે ગઈકાલે દેશભરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. નેપાળ ચૂંટણી પંચે જણાવ્યું કે સમગ્ર દેશમાં લગભગ 60 ટકા મતદાન નોંધાયું છે. દેશભરમાં 10963 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયા પછી તરત જ મતપેટીઓ એકત્રિત કરીને મત ગણતરી શરૂ કરવામાં આવી. મુખ્ય ચૂંટણી કમિશનર રામ પ્રસાદ ભંડારીએ જણાવ્યું છે કે ચૂંટણી પંચ 9 માર્ચ સુધીમાં સંપૂર્ણ મત ગણતરી પૂર્ણ કરવાની તૈયારીમાં છે. આ ચૂંટણીમાં 165 બેઠકો માટે સીધી ચૂંટણી પદ્ધતિ અપનાવવામાં આવી છે. જ્યારે બાકીની 110 બેઠકો પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ હેઠળ નક્કી કરવામાં આવશે.

કાઠમંડુમાં RSPનો પ્રભાવ, રંજુ દર્શનાની મોટી જીત

રાજધાની કાઠમંડુમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કાઠમંડુ-1 મતવિસ્તારમાં RSPની ઉમેદવાર રંજુ દર્શનાએ મોટા અંતરથી જીત મેળવી હોવાનું પક્ષના નેતાઓએ દાવો કર્યો છે. RSP સેન્ટ્રલ કમિટીના સભ્ય આર.કે. ધુંગાનાના જણાવ્યા મુજબ રંજુ દર્શનાએ 10000થી વધુ મત મેળવ્યા છે. જ્યારે તેમના નજીકના હરીફ નેપાળી કોંગ્રેસના પ્રબલ થાપા છેત્રીને મળેલા મત લગભગ તેની અડધી સંખ્યામાં છે. જોકે ચૂંટણી પંચે હજુ સત્તાવાર રીતે પરિણામ જાહેર કર્યું નથી. કાઠમંડુના તમામ 10 મતવિસ્તારોમાં RSP ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોવાનું પ્રારંભિક વલણો દર્શાવે છે. જે રાજધાનીમાં યુવાનોના વધતા રાજકીય પ્રભાવને દર્શાવે છે.

આ પણ વાંચો: ઈરાનનું મોટું એલાન, અમેરિકા-ઈઝરાયલ અને સમર્થક દેશો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ

Vtv App Promotion

ભૂતપૂર્વ મેયર બાલેન શાહ આગળ

આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત અને હાઇપ્રોફાઇલ મુકાબલો ઝાપા-5 મતવિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અહીં કાઠમંડુના ભૂતપૂર્વ મેયર, જાણીતા રેપર અને RSPના વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેન્દ્ર શાહ (બાલેન) અને ચાર વખતના ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી વચ્ચે સીધી ટક્કર છે. પ્રારંભિક મત ગણતરીમાં બાલેન શાહ નોંધપાત્ર રીતે આગળ ચાલી રહ્યા છે. જેના કારણે રાજકીય વિશ્લેષકો તેને નેપાળના રાજકારણમાં પેઢીગત પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે. અત્યાર સુધીના વલણો મુજબ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ 1 બેઠક જીતી છે અને 45 બેઠકો પર આગળ છે. બીજી તરફ નેપાળી કોંગ્રેસ 5 બેઠકો પર CPN-UML 4 બેઠકો પર અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ પરિણામો અંતિમ થયા બાદ નેપાળની રાજકીય દિશા અને નેતૃત્વમાં મોટો ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Election 2026 Balen Shah KP Sharma Oli
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ