બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / ઈરાનનું મોટું એલાન, અમેરિકા-ઈઝરાયલ અને સમર્થક દેશો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ

પ્રતિબંધ / ઈરાનનું મોટું એલાન, અમેરિકા-ઈઝરાયલ અને સમર્થક દેશો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ

Priyankka Triveddi

Last Updated: 10:01 AM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા કોન્ફલીકટ વચ્ચે અમેરિકા-ઈઝરાયલના જહાજો માટે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈરાન દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું છે કે..,

Strait of Hormuz: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન દ્વારા કરવામાં આવેલું તાજેતરનું એલાન ભારત માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને નવો ફતવો જાહેર કર્યો છે. ઈરાની સેનાના સત્તાવાર નિવેદન મુજબ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર મૂકાયેલો પ્રતિબંધ માત્ર અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અને તેમના સહયોગી દેશો માટે જ લાગુ પડશે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ગુરુવારે જણાવ્યું હતું કે જો આ દેશોના જહાજો આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેમને નિશાન બનાવવામાં આવશે.

ભારત માટે ‘લાઈફલાઈન’ સમાન દરિયાઈ માર્ગ

હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ઊર્જા સપ્લાયની દૃષ્ટિએ અત્યંત મહત્વનો માર્ગ છે. ભારત દરરોજ આશરે 26 લાખ બેરલ કાચું તેલ આ સમુદ્રી માર્ગથી આયાત કરે છે. દેશની કુલ જરૂરિયાતના લગભગ 50 થી 55 ટકા ક્રૂડ ઓઈલ અને એલએનજી (LNG) આ સાંકડી સમુદ્ર લાઇનમાંથી પસાર થાય છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાત માટે 85 %કરતાં વધુ આયાત પર નિર્ભર છે અને તેમાંનો મોટો ભાગ ખાડી દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે. તેથી આ માર્ગ ખુલ્લો રહેવું ભારત માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

ઓઈલના ભાવ અને સપ્લાય પર મોટી અસર

જો હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે પણ બંધ થઈ ગયો હોત તો આગામી 10થી 15 દિવસમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાવાની શક્યતા હતી. અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ પછી જ્યારે આ માર્ગ બંધ થવાની ચર્ચા થઈ હતી ત્યારે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. જોકે હવે ઈરાનના આ નવા નિર્ણયથી ભારતના ઊર્જા ક્ષેત્રને મોટી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારે જરૂરી દવાની યાદીમાં ફેરફાર કર્યો, 150 દવાનો ઉમેરો, કુલ થઈ 1479

vtv app promotion

આંતરરાષ્ટ્રીય કાયદાનો ઈરાનનો દાવો

ઈરાનનો દાવો છે કે આંતરરાષ્ટ્રીય ઠરાવો મુજબ યુદ્ધની પરિસ્થિતિમાં તેને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખવાનો અધિકાર છે. જોકે ઈરાને તેના નિવેદનમાં ભારતનું નામ સ્પષ્ટ રીતે લીધું નથી. તેમ છતાં પ્રતિબંધિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ ન હોવો ભારત માટે વ્યૂહાત્મક રીતે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. આ પગલાથી ભારત માટે તેલ સપ્લાય ચાલુ રહેવાની આશા મજબૂત બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel Conflict World News Strait of Hormuz
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ