ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારે જરૂરી દવાની યાદીમાં ફેરફાર કર્યો, 150 દવાનો ઉમેરો, કુલ થઈ 1479
Last Updated: 09:16 AM, 6 March 2026
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે દવાઓ ઉપલબ્ધ રહે તે માટે જરૂરી દવાઓની યાદીમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી જાહેર કરાયેલી યાદી મુજબ જરૂરી દવાઓની સંખ્યા 1386થી વધારીને હવે 1479 કરવામાં આવી છે.
ADVERTISEMENT
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેની આવશ્યક દવાઓની યાદી (EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ની ૧,૩૮૬ દવાઓની સમીક્ષા કર્યા બાદ, ૧૫૦ નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બિનજરૂરી ૫૭ દવાઓ રદ કરવામાં આવી છે. જેના પરિણામે હવે આગામી વર્ષ માટે કુલ ૧,૪૭૯ જેટલી સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની જરૂરી દવાઓ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ બનશે.

ADVERTISEMENT
આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠતમ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નૈતિક જવાબદારી છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટને રિવાઇઝ કરવામાં આવે છે. EDLમાં સમાવિષ્ટ આ પ્રત્યેક દવા અને સર્જિકલ આઈટમ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો સુધીના તમામ સ્તરે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
તેમણે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક કક્ષાની ૩૭૮ દવાઓ, સેકન્ડરી કક્ષાની ૬૨૮ દવાઓ અને ટર્સરી કક્ષાની ૧,૪૭૫ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

મુખ્ય રોગોની દવાઓમાં થયેલા વધારા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ જીવનરક્ષક દવાઓના ગ્રુપમાં મોટો વધારો જોવા મળ્યો છે. એન્ટી-ઈન્ફેક્ટિવ મેડિસિન્સ ૨૦૨થી વધારીને ૨૧૬, શ્વસનતંત્રની દવાઓ ૨૯થી વધારીને ૪૦, આંખની દવાઓ ૫૧થી વધારીને ૫૮, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની દવાઓ ૫૨ (બાવન)થી વધારીને ૫૬ તેમજ મેડિકલ ડિવાઈસીસની સંખ્યા ૨૮૭થી વધારીને ૩૪૯ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, અમદાવાદ રેન્જ IGP બદલાયા
આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬ના EDLમાં હૃદયરોગની ૧૧૬, કેન્સરની ૫૬, ન્યૂરોલોજીકલ ડિસોર્ડર્સની ૭૫ અને માનસિક રોગોની ૪૩ દવાઓ સહિત અનેકવિધ દવાઓનો સમાવેશ કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દર વર્ષે ડ્રગ્સ ફોર્મ્યુલરીની સમીક્ષા કરી તેને અદ્યતન બનાવે છે, જેથી દર્દીઓને આધુનિક અને અસરકારક સારવાર મળી રહે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.