બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:14 PM, 27 March 2026
US Iran War: ઈરાનના પરમાણુ પ્લાન્ટ પરના હુમલા બાદ IRGC એ કહ્યું કે, અમેરિકન અને ઇઝરાયલી ઔદ્યોગિક કંપનીઓના કર્મચારીઓ તાત્કાલિક તેમના કાર્યસ્થળો છોડી દે. ઈરાને આ કેંન્દ્રો પર જવાબી હૂમલાની તૈયારી કરી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તેઓ 10 દિવસ માટે ઈરાનના મુખ્ય કેન્દ્રો પરના હુમલાઓ બંધ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ઈરાનમાં એક મોટો હુમલો થયો છે. ઈરાનના રાજ્ય મીડિયાનો દાવો છે કે તેના પરમાણુ પ્લાન્ટોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં હેવી-વોટર પ્લાન્ટ અને યેલોકેક પ્રોડક્શન પ્લાન્ટનો સમાવેશ થાય છે. ઈરાનની ન્યૂઝ એજન્સી અનુસાર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓમાં મધ્ય ઈરાનમાં સ્થિત હેવી-વોટર રિએક્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
جمعه ۷ فروردین ساعت ۱۷:۵۰
— مملکته (@mamlekate) March 27, 2026
حمله به نیروگاه خنداب
تقریبا ده بار زد
از نیروگاه داره دود سیاه میاد
یه چیزی زد که داره میسوزه pic.twitter.com/SzdpXVNe9G
ADVERTISEMENT
ન્યૂઝ એજન્સીએ મધ્ય મરકઝી પ્રાંતના એક અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, "ખોંદાબ હેવી વોટર કોમ્પ્લેક્સને અમેરિકન અને ઇઝરાયલી દુશ્મન દ્વારા બે તબક્કામાં નિશાન બનાવવામાં આવ્યું હતું."
હેવી-વોટર પ્લાન્ટ અને યેલોકેક ઉત્પાદન પ્લાન્ટ બંને પરમાણુ ઉર્જા કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ પ્લાન્ટ છે. હેવી વોટરનો ઉપયોગ મુખ્યત્વે પરમાણુ રિએક્ટરમાં ન્યુટ્રોનને ધીમું કરવા માટે થાય છે.
ADVERTISEMENT
યેલોકેક એ યુરેનિયમ ઓરમાંથી કાઢવામાં આવતા યુરેનિયમનું પ્રારંભિક સંકેન્દ્રિત સ્વરૂપ છે. તે પીળા રંગનો પાવડર હોય છે. તે પરમાણુ બળતણ ઉત્પાદનનો પ્રથમ તબક્કો છે. આ યેલોકેકને પરમાણુ બોમ્બ બનાવવા માટે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે.
અહેવાલો અનુસાર ખોંડાબ પાવર પ્લાન્ટ પર લગભગ 10 વખત હુમલો કરવામાં આવ્યો છે. સ્થળ પરથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. અત્યાર સુધી કોઈ ઈજા કે મૃત્યુ થયાના અહેવાલ નથી. સ્થળ પરથી રેડિયેશનના કોઈ અહેવાલ નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હવે યુએસ ડોલરમાં દેખાશે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર, 165 વર્ષ જૂની પરંપરાનો આવશે અંત
ADVERTISEMENT
ખોંડાબ પાવર પ્લાન્ટ ઈરાનના મધ્ય ભાગમાં અરાક શહેર નજીક ખોંડાબ વિસ્તારમાં સ્થિત છે. તે અગાઉ અરાક હેવી વોટર રિએક્ટર, અથવા IR-40 તરીકે ઓળખાતું હતું. 2017 માં તેનું સત્તાવાર નામ બદલીને ખોંડાબ હેવી વોટર રિસર્ચ રિએક્ટર કરવામાં આવ્યું. તે પરંપરાગત વીજળી ઉત્પાદન કરનારો પાવર પ્લાન્ટ નથી, પરંતુ ભારે પાણી સંશોધન રિએક્ટર છે. ભારે પાણીના રિએક્ટર કુદરતી યુરેનિયમ પર ચાલી શકે છે અને પ્લુટોનિયમ બાય-પ્રોડક્ટ્સ ઉત્પન્ન કરી શકે છે, જેન કારણે આ પરમાણુ પ્રસારના નજરીએથી સંવેદનશીલ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.