બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:13 AM, 27 March 2026
Donald Trump : અમેરિકાના ચલણમાં ટૂંક સમયમાં એક ઐતિહાસિક બદલાવ જોવા મળશે. ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર હવે નવી યુએસ ડોલર નોટો પર દેખાશે. અત્યાર સુધીની પરંપરા પ્રમાણે ચલણ પર માત્ર ટ્રેઝરરના હસ્તાક્ષર જ હોય છે, પરંતુ હવે આ સિસ્ટમમાં ફેરફાર થવાનો છે. આ નિર્ણય યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી દ્વારા લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર અમેરિકા પોતાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે તે પ્રસંગ સાથે જોડાયેલો છે. લગભગ 165 વર્ષથી ચાલતી આવતી પરંપરા હવે બદલાઈ રહી છે, જે આ નિર્ણયને વધુ ખાસ બનાવે છે.
ADVERTISEMENT
નવી યોજના મુજબ, શરૂઆતમાં $100 ની નોટો પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર જોવા મળશે. પછી ધીમે ધીમે અન્ય નોટોમાં પણ આ બદલાવ લાગુ કરવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે, આ પગલું દેશની આર્થિક પ્રગતિ અને ઐતિહાસિક ક્ષણોને ઉજાગર કરવા માટે લેવામાં આવ્યું છે.

ADVERTISEMENT
આ સાથે જ એક ખાસ સોનાનો સ્મારક સિક્કો પણ બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે. આ સિક્કામાં ટ્રમ્પનું ચિત્ર દર્શાવવાનું આયોજન છે, જે તેમને ઐતિહાસિક પ્રતિક તરીકે રજૂ કરશે. નોંધનીય છે કે અમેરિકામાં જીવંત રાષ્ટ્રપતિની છબી ચલણ પર મૂકવાની પરંપરા સામાન્ય રીતે નથી, પરંતુ વિશેષ પ્રસંગોએ આવા નિર્ણય લેવામાં આવ્યા છે. ઈતિહાસમાં જોવામાં આવે તો કેલ્વિન કૂલીજ 1926માં એક સ્મારક સિક્કા પર જ્યોર્જ વોશિંગ્ટન સાથે દેખાયા હતા. એટલે કે, ખાસ પ્રસંગોએ પરંપરામાં થોડો ફેરફાર થતો રહ્યો છે.
આ પણ વાંચો : યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ અચાનક સાઉદી પહોંચતા અનેક ચર્ચા
ADVERTISEMENT
અમેરિકાની સ્વતંત્રતા યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની ઘોષણા દ્વારા 4 જુલાઈ, 1776ના રોજ જાહેર થઈ હતી. આજ દિવસને દર વર્ષે “ઇન્ડિપેન્ડન્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. હવે તેની 250મી વર્ષગાંઠ નિમિત્તે આ નવા ફેરફારો દેશ માટે એક મહત્વપૂર્ણ પ્રતીક બની શકે છે. આ બદલાવ માત્ર નોટોના ડિઝાઇન સુધી મર્યાદિત નથી, પરંતુ તે અમેરિકાના ઇતિહાસ, રાજકારણ અને પરંપરામાં એક નવી દિશા દર્શાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.