બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:07 PM, 17 March 2026
US-Israeli Attack on Iran: ઈરાનના નવનિયુક્ત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં માત્ર એક સેકન્ડમાં મોતને ચકમો આપી જીવ બચાવ્યો છે. આ માહિતી લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગમાં બહાર આવી છે. ચાલો જાણીએ કે લીક થયેલા ઓડિયોમાં શું છે.
ADVERTISEMENT
ઈરાનના નવનિયુક્ત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં માત્ર એક સેકન્ડમાં મૃત્યુથી માંડ માંડ બચ્યા. આ માહિતી લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગમાં બહાર આવી છે. ઓડિયો રેકોર્ડિંગ અનુસાર તેમના પિતા અને ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇ 28 ફેબ્રુઆરી 2026 ના ઇઝરાયલના ઓપરેશન એપિક ફ્યુરી દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં માર્યા ગયા હતા, પરંતુ મોજતબા સમયસર ઇમારતમાંથી બહાર નીકળી ગયા હતા અને તેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.
બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ લીક થયેલ ઓડિયો 12 માર્ચે વરિષ્ઠ ઈરાની ધર્મગુરુઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) કમાન્ડરોની આંતરિક બેઠકનો છે. મીટિંગમાં દિવંગત નેતાના કાર્યાલયના પ્રોટોકોલ ચીફ મઝાહેર હુસેનીએ જણાવ્યું હતું કે મોજતબા ખામેનેઇ તેમના પિતા સાથે ઇમારતની અંદર હતા, પરંતુ મિસાઇલો પડતા પહેલા તેઓ કોઈ કામ માટે આંગણામાં ગયા હતા.
ADVERTISEMENT
ઓડિયો રેકોર્ડિંગમાં બીજું શું?
રેકોર્ડિંગમાં હુસેનીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઇશ્વરની ઇચ્છાથી મોજતબાને કોઈ કામ માટે બહાર જવું પડ્યું હતું અને તે પરત ફરી રહ્યા હતા. જ્યારે મિસાઇલો ઇમારત પર અથડાયા ત્યારે તે બહાર હતા અને ઉપરના માળે જઈ રહ્યા હતા. હુમલા પછી તરત જ ઇઝરાયેલી બ્લુ સ્પેરો બેલિસ્ટિક મિસાઇલોએ કમ્પાઉન્ડને નિશાન બનાવ્યું, જેમાં અયતુલ્લાહ અલી ખામેનેઇ સહિત ડઝનેક વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારના સભ્યો માર્યા ગયા.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર ઓછામાં ઓછી ત્રણ મિસાઇલો છોડવામાં આવી હતી. એક મુખ્ય નિવાસસ્થાન પર વાગી, બીજી મોજતબાના ઉપરના માળના નિવાસસ્થાન પર વાગી અને ત્રીજી તેમના સાળા, મિસ્બાહ અલ-હુદા બાઘેરી કાનીના ઘર પર પડી. હુમલાની અસરનું વર્ણન કરતા હુસેનીએ કહ્યું કે ઈરાની લશ્કરી વડા મોહમ્મદ શિરાઝીના શરીરના ટુકડા થઈ ગયા હતા, અને માત્ર થોડા કિલોગ્રામ માંસથી તેમની ઓળખ થઈ શકી. બીજી મિસાઈલથી બાઘેરી કાનીનું માથુ બે ભાગમાં કપાઇ ગયુ હતું.
મોજતબાના પગમાં ઈજા
ADVERTISEMENT
એવું પણ અહેવાલ છે કે હુમલામાં મોજતબા ખામેનેઇને પગમાં નાની ઈજા થઈ હતી, જ્યારે તેની પત્ની હદ્દાદનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દિવંગત નેતા મુસ્તફા ખામેનીના બીજા પુત્ર અને તેમની પત્ની પણ માંડ માંડ બચ્યા છે. લીક થયેલા ઓડિયોએ મોજતબા ખામેનીના સ્વાસ્થ્ય અને ઠેકાણા અંગે અટકળોને વેગ આપ્યો છે. સંઘર્ષ શરૂ થયો ત્યારથી તેઓ જાહેરમાં જોવા મળ્યા નથી, જેના કારણે તેમની ઈજાઓની ગંભીરતા અંગે પ્રશ્નો ઉભા થયા છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને પગમાં ઈજા થઈ છે, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાકિસ્તાને કાબુલમાં હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા: એરસ્ટ્રાઈક બાદ યુદ્ધ જેવી સ્થિતિ
દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે અધિકારીઓ ઈરાની નેતાની સ્થિતિ વિશે અચોક્કસ છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ઘણા લોકો કહી રહ્યા છે કે તેમનો ચહેરો ગંભીર રીતે વિકૃત થઇ ગયો છે, તેમણે એક પગ ગુમાવ્યો છે અને ગંભીર ઈજાઓ થઈ છે. કેટલાક તો તેમના મૃત્યુ વિશે પણ વાત કરી રહ્યા છે. "અમે તેમને બિલકુલ જોયા નથી. અમને ખબર નથી કે તેઓ જીવિત છે કે નહીં."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.