બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અંતે હવે મધ્ય પૂર્વ યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, અમેરિકાની ગુપ્ત માહિતી ઈરાનને સોંપી હોવાનો દાવો
Last Updated: 07:23 AM, 7 March 2026
Russia Entry To Middle East war : ઇરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ વધુ જટિલ બનતું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી ઈરાન અને અમેરિકાના તણાવથી થોડું દૂર રહેલું રશિયા હવે પોતાના નજીકના સાથી ઇરાનને મદદરૂપ બન્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. કેટલીક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયાએ ઈરાનને એવી ગુપ્ત માહિતી આપી હોવાનું કહેવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને તે પ્રદેશમાં હાજર અમેરિકાની સૈન્ય શક્તિ સામે કાર્યવાહી કરી શકે.
ADVERTISEMENT
માહિતી અનુસાર આ ગુપ્ત ડેટામાં અમેરિકાના યુદ્ધ જહાજો, લશ્કરી વિમાનો અને મધ્ય પૂર્વમાં આવેલી અન્ય સૈન્ય સુવિધાઓ વિશેની વિગતો સામેલ હોઈ શકે છે. જો આ માહિતીનો ઉપયોગ કરવામાં આવે તો ઈરાન માટે અમેરિકી દળોને નિશાન બનાવવું વધુ સરળ બની શકે છે. આ પ્રકારની ઘટનાઓથી વિસ્તારની સુરક્ષા પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની શકે છે.
રશિયા-ઈરાન સંબંધો કેમ મજબૂત બન્યા?
ADVERTISEMENT
છેલ્લાં કેટલાક વર્ષોમાં રશિયા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર નજીકતા જોવા મળી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને મિસાઇલ અને ડ્રોન જેવી સૈન્ય તકનીકની જરૂરિયાત વધી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે સહકાર વધ્યો છે. બીજી તરફ ઈરાન પણ લાંબા સમયથી પશ્ચિમ દેશોના દબાણ અને પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. તેના પરમાણુ કાર્યક્રમ અને મધ્ય પૂર્વમાં કેટલાક સંગઠનોને મળતા સમર્થનને કારણે તે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઘણી વખત અલગ પડતું રહ્યું છે. આવી સ્થિતિમાં રશિયાની મદદ ઈરાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત
ADVERTISEMENT
આ દરમિયાન પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ Masoud Pezeshkian સાથે ફોન પર ચર્ચા પણ કરી હતી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ વિસ્તારની સ્થિતિ પર ચર્ચા કરી અને વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પુતિને સંઘર્ષને ઝડપથી સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને મધ્ય પૂર્વના પ્રશ્નોનું નિરાકરણ રાજદ્વારી માર્ગથી લાવવા પર જોર આપ્યું હતું.

ADVERTISEMENT
અમેરિકાએ શું કહ્યું ?
રશિયા દ્વારા ઈરાનને મદદ કરવામાં આવી હોવાના અહેવાલો સામે અમેરિકા તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું છે કે આવા પ્રયાસોથી તેમની સૈન્ય કાર્યવાહી પર કોઈ ખાસ અસર પડશે નહીં અને તેઓ પોતાના લશ્કરી લક્ષ્યોને પૂર્ણ કરવા માટે કામગીરી ચાલુ રાખશે.
ADVERTISEMENT
મધ્ય પૂર્વમાં વધતા હુમલા
ADVERTISEMENT
હાલના તણાવ વચ્ચે ઈરાન દ્વારા મધ્ય પૂર્વના વિવિધ વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ હુમલાઓમાં ઈઝરાયેલ સહિત કેટલાક દેશોમાં આવેલી અમેરિકી સૈન્ય સુવિધાઓને નિશાન બનાવવામાં આવ્યાનું કહેવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ ઈરાને કેટલીક અદ્યતન મિસાઇલ સિસ્ટમોનો પણ ઉપયોગ કર્યો છે, જેના કારણે વિસ્તારની સ્થિતિ વધુ ગંભીર બની છે. વધતા હુમલા અને વૈશ્વિક શક્તિઓની સંભવિત એન્ટ્રીને કારણે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ વિસ્તરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.