ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, જીવન શરૂ થતાની સાથે જ 15 માસૂમ બાળકો સળગી ગયાં

વિશ્વ / પાકિસ્તાનની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, જીવન શરૂ થતાની સાથે જ 15 માસૂમ બાળકો સળગી ગયાં

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:19 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan: પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) ના ગાયનેકોલોજી વોર્ડમાં આગ લાગવાથી 15 નવજાત બાળકોના મોત થયા છે. હાલમાં આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ADVERTISEMENT

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની એક હોસ્પિટલમાં આગ લાગવાથી 15 નવજાત બાળકોના મોત થયા છે. આ ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ગાયનેકોલોજી વોર્ડમાં બની હતી. પાકિસ્તાનના ન્યૂઝના અહેવાલ મુજબ અકસ્માત સમયે વોર્ડની નર્સરીમાં 16 નવજાત શિશુઓ હતા, જેમાંથી ફક્ત એકને બચાવી શકાયો હતો.

ન્યૂઝના અહેવાલ મુજબ બચાવકર્મીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લાગેલી આગને ઘણી મહેનત બાદ કાબુમાં લેવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ હાલમાં કૂલિંગ કામગીરી કરી રહી છે. એવું જાણવા મળ્યું છે કે સવારે 7 વાગ્યે ગાયનેકોલોજી વિભાગના ત્રીજા માળે આગ લાગી હતી. આગ હોસ્પિટલ પરિસરમાં ફેલાઈ ગઈ હતી.

આગની માહિતી મળતાં રાહત અને બચાવ કામગીરી માટે છ ફાયર બ્રિગેડ વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. ચાર એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. નવજાત શિશુઓના મૃત્યુને કારણે તેમના પરિવારો દુઃખી છે. સ્થાનિક વહીવટીતંત્રે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. વહીવટીતંત્રે આગનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે એક સમિતિની રચના કરી છે, તેમજ ઘટનાની આસપાસના સંજોગો અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે કેમ તેની તપાસ કરી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ World News / આખી દુનિયામાં કોઈને નહી મળે અમેરિકાના વિઝા! ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઇન્ટર્વ્યૂ રોક્યાં

વડા પ્રધાન શાહબાઝ શરીફે સરકારી હોસ્પિટલમાં આગને કારણે થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. તેમના કાર્યાલય તરફથી એક નિવેદનમાં પુષ્ટિ આપવામાં આવી છે કે નવજાત શિશુઓ આગમાં મૃત્યુ પામ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fire pakistan Hospital

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ