ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:21 PM, 26 August 2026
ADVERTISEMENT
નેપાળના રસૂવા જિલ્લામાં કુદરતે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તિબેટ ક્ષેત્રમાંથી નેપાળમાં પ્રવેશતી ભોટે કોશી નદીના જળસ્તરમાં અચાનક આવેલા ભયાનક ઉછાળાને કારણે કાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં 8 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 41 થી વધુ સુરક્ષાકર્મીઓ લાપતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.
ADVERTISEMENT
નેપાળમાં પૂરની સ્થિતિએ હાલાકી સર્જી છે, જોતજોતાામં નદી પર બનેલો પુલ અને નદી કાંઠે આવેલાં ઘર તણાઈ ગયાં#Nepal #Flood #NepalFlood #ViralVideo #HeavyRain #NaturalDisaster #VTVDigital pic.twitter.com/nA1H9Syiyr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ADVERTISEMENT
આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રસૂવા જિલ્લા મુખ્યાલય અને તેની આસપાસના વિસ્તારોમાં બિલકુલ વરસાદ થયો ન હતો અને હવામાન એકદમ સાફ હતું. રસૂવાના ચીફ ડિસ્ટ્રિક્ટ ઓફિસર નરેન્દ્ર પરિયારના જણાવ્યા મુજબ, પૂરનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ એવી આશંકા છે કે ઉપરવાસના હિમાલયી વિસ્તારમાં કોઈ ગ્લેશિયર લેક (હિમનદી તળાવ) ફાટવા અથવા તો ક્ષણિક કુદરતી ડેમ તૂટવાના કારણે નદીમાં અચાનક પાણીનો આટલો મોટો જથ્થો આવી ગયો હતો.
નેપાળના બાગમતી વિસ્તારમાં આવેલા પૂરને કારણે હાઈડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન થયું છે.#Bagmati #Nepal #Flood #HydropowerProject #FloodDamage #NaturalDisaster #VTVDigital pic.twitter.com/RRioIDjQA1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ADVERTISEMENT
સ્થાનિક રહાવાસીઓના જણાવ્યા અનુસાર, નદીમાં પાણીનો બહાઅ એટલો તીવ્ર હતો કે જાણે કોઈ મોટો ડેમ તૂટી પડ્યો હોય. આ પૂરમાં ચિલીમે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સહિત અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. નદીના ધસમસતા પ્રવાહને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ત્રિશૂલી નદીના નીચાણવાળા વિસ્તારો તેમજ નુવાકોટ અને ધાદિંગ જિલ્લાના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવાની ચેતવણી (Alert) આપી છે.
ADVERTISEMENT
નેપાળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.#Nepal #Flood #NepalFlood #ViralVideo #HeavyRain #NaturalDisaster #VTVDigital pic.twitter.com/cq46WsRN2B
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
વધુ વાંચો : VIDEO : બાળકોને ઘેર મોકલી પાર્ટી કરી, સુરતની સ્કૂલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
પૂર અને ભૂસ્ખલનને કારણે તિમુરે વિસ્તારમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે મોકલવામાં આવેલું 'એલ્ટીટ્યુડ એર'નું રેસ્ક્યુ હેલિકોપ્ટર લેન્ડિંગ કર્યા વિના જ કાઠમંડુ પરત ફરવાની ફરજ પડી હતી. પાયલોટે જણાવ્યું કે તિમુરે સ્થિત સ્થાનિક હેલિકોપ્ટર પેડ પૂરમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. આકાશમાંથી જોતાં સમગ્ર તિમુરે ગામ પૂરના પાણી અને કાંપના કાટમાળ હેઠળ ગરકાવ થયેલું દેખાઈ રહ્યું છે. હાલ સુરક્ષાદળો દ્વારા રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ