બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / મહિલાએ રાતે મંગાવી એવી ચીજ કે ડિલિવરી બોયને પડ્યો શક, પછી... હેરાન કરી મૂકશે આ બનાવ
Last Updated: 09:07 PM, 9 January 2026
રાતની શાંતિમાં એક નાના ઓનલાઇન ઓર્ડરે એક મહિલાનું જીવન બચાવી લીધી. બ્લિકિંટ ડિલીવરી બોયએ જ્યારે ઓર્ડરમાં એવી વસ્તુ જોઇ, કે તેને જોઇ તેને કઇ ગરબડ હોવાની શંકા થઇ. સ્થિતિની ગંભીરતા સમજી પોતાની સુઝ-બુઝ બતાવી અને કંઇક આવી રીતે મહિલાનો જીવ બચાવ્યો. હકીકતમાં આ કિસ્સો તમિલનાડુનો છે, જ્યાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક બ્લિંકિટ ડિલીવરી બોયનો આ વીડિયો ઝડરથી વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
આ વીડિયોમાં, ડિલિવરી બોય જણાવે છે કે એક મહિલાએ મોડી રાત્રે બ્લિંકિટ પાસેથી ઉંદર મારવાની દવા ઓર્ડર કરી. જ્યારે કંપનીને ઓર્ડર મળ્યો, ત્યારે તેમણે ડિલિવરી બોયને તે પહોંચાડવા માટે મોકલ્યો. પરંતુ આગળ જે થયું તે તમને આશ્ચર્યચકિત કરશે.
શું છે ઘટના ?
ADVERTISEMENT
ડિલિવરી બોયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો એક વીડિયો શેર કર્યો અને તેમાં કહ્યું કે, જ્યારે તે ઉંદર મારવાની દવા પહોંચાડવા માટે મહિલાના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે મહિલા ખૂબ જ પરેશાન હતી અને રડી રહી હતી. તે જ ક્ષણે, તેને શંકા ગઈ કે આ ઓર્ડર કોઈ ખરાબ હેતુ માટે હશે. શંકાસ્પદ લાગતાં, તેણે ઓર્ડરનો ઇનકાર કર્યો અને તે પાછો લઈ લીધો.
ADVERTISEMENT
મહિલાએ કર્યો ઇન્કાર
ADVERTISEMENT
આ વીડિયોમાં ડિલિવરી બોય એ જણાવ્યું કે, જ્યારે તેણે મહિલાનો ઓર્ડર ડિલિવરી કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેણીએ પૂછ્યું કે કેમ. પછી તે વ્યક્તિએ કહ્યું, "તમારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે. તમે ખૂબ જ પરેશાન લાગો છો અને રડી રહ્યા છો." એવું લાગે છે કે તમે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. પણ મહિલાએ કહ્યું, "હું એવું કંઈ નહીં કરું." પણ ડિલિવરી બોયે સામાન આપવાનો ઇનકાર કરતા કહ્યું, "તમે કાલે સવારે પાછો ઓર્ડર કરી શકો છો અને પાછો મંગાવી શકો છો."
કેટલું સરળ છે ઉંદર મારવાની દવા વેચવું
ADVERTISEMENT
નોંધનીય છે કે, ભારતમાં ઉંદર મારવાની દવા પર જંતુનાશકો એક્ટ, 1968 અને જંતુનાશકો નિયમો, 1971 લાગુ પડે છે. આ પ્રકારની દવાઓના વેચાણ માટે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્સ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટીની નોંધણી કરાવી ફરજિયાત છે. તો બીજી તરફ દવાઓ વેચતા કોઈપણ દુકાનદારે રાજ્ય સરકાર પાસેથી લાઇસન્સ મેળવવું જરુરી છે. જો કે, આ દવાઓ એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા બ્લિંકિટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાય છે, જે ચોક્કસ શરતોની સાથે વેચાણ કરવામાં આવે છે.
લોકો કરી રહ્યા છે વખાણ
ADVERTISEMENT
આ વીડિયો વાયરલ થતાં જ લોકો ડિલિવરી બોયના વખાણ કરી રહ્યા છે. વીડિયો જોયા પછી, એક યુઝરે લખ્યું કે જો તે રોબોટ હોત, તો તે ડિલિવરી કરી દેત. બીજા યુઝરે કહ્યું કે તેણે ઓર્ડરને બદલે માણસની સામે જોયું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.