ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / without taking names kangana targeted congress

કટાક્ષ / પહેલા કબૂતર છોડવામાં આવતા હતા, આજે અમે ચિત્તા લઈને આવ્યા છીએ: નામ લીધા વિના કંગનાએ કોંગ્રેસની મજાક ઉડાવી

Published By: Pravin

Last Updated: 11:58 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની ક્વિન કંગનાએ પણ પીએમ મોદીને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના આપી હતી. તેની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી.

ADVERTISEMENT

  • ગઈ કાલે પીએમ મોદીનો જન્મદિવસ હતો
  • કંગનાએ પીએમ મોદીને શુભકામના આપતી પોસ્ટ કરી હતી
  • આ પોસ્ટ પર નામ લીધા વિના કંગનાએ કોંગ્રેસની મજાક ઉડાવી

કાલે દેશભરમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી અને કાર્યક્રમો થયા હતા. નેતાઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સૌ કોઈએ સોશિયલ મીડિયા પર પીએમ મોદીને જન્મ દિવસની શુભકામના આપી હતી. બોલિવૂડની ક્વિન કંગનાએ પણ પીએમ મોદીને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના આપી હતી. તેની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં પીએમ મોદીના વખાણ કરતા દેખાઈ હતી અને સાથે જ તેણે નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. હવે કંગનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કોંગ્રેસની મજાક ઉડાવી

હકીકતમાં કંગનાએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પીએમ મોદીનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં પીએમ મોદી કહે છે કે, પહેલા કબૂતર છોડવામાં આવતા હતા, આજે અમે ચિત્તા લઈને આવ્યા છીએ. આ વીડિયો પર લખાણ લખતા કંગનાએ લખ્યું હતું કે, હાહાહા. આપ જીંદગીના સારા રાઈટર, પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર છો, ચલો બ્લોકબસ્ટર બનાવીએ. વાતને સમજવા માટે અલગ સ્ટોરી જુઓ. તેની સાથે કંગનાએ વધુ એક સ્ટોરી શેર કરી, જેમાં દેશના પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ કબૂતર ઉડાડતા હોવાનો ફોટો હતો અને નીચે તરફ પીએમ મોદીની ચિત્તાને પાંજરામાંથી બહાર કાઢતો ફોટો હતો. ભલે કંગનાએ કોઈનું નામ ન લીધું હોય પણ પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ કબૂતર ઉડાવતા હોય તો, ફોટો લઈને કોંગ્રેસ પર ચોક્કસ પ્રહાર કર્યો છે, તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 

પીએમ મોદીના કર્યા ભરપૂર વખાણ

આ અગાઉ પણ કંગનાએ પીએમ મોદીને શુભકામનાઓ આપી અને લખ્યું કે, શાનદાર પીએમને જન્મદિવસ મુબારક. બાળપણમાં ચા વેચવાથી લઈને એક શક્તિશાળી માણસ બનવાની યાત્રા અદ્ભૂત છે. હું હંમેશા આપના લાંબા આયુષ્યની કામના કરતી રહી છું. આપ કૃૃષ્ણ માફક, ગાંધી માફક, રામની માફક અમર રહો. આપનું શાસન હંમેશા રહે અને આપની વિરાસત આવી જ રીતે આગળ વધતી રહે. આપ મારા માટે અવતાર છો. આપને દેશના પીએમ તરીકે મેળવીને હું ખૂબ જ ધન્ય અનુભવું છું. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Kangana Ranaut Pm modi birthday congress congress

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ