બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / why do 90 percent of people write with right hand know the reason

તમને ખબર છે? / દુનિયાના 90% લોકો જમણા હાથથી જ કેમ લખે છે? તમારા મગજ સાથે જોડાયેલુ છે તેના પાછળનું કારણ

Arohi

Last Updated: 08:10 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક આંકડા અનુસાર દુનિયાના 90% લોકો લખતી વખતે જમણા હાથનો ઉપયોગ કરે છે. તેની પાછળ 2 કારણો છે. જાણો તેના વિશે....

  • મોટાભાગના લોકો જમણા હાથથી કેમ લખે છે?
  • જાણો તેના પાછળનું વિજ્ઞાન 
  • જમણા હાથથી લખવાનું આ છે કારણ 

મોટાભાગના લોકો તેમના રોજિંદા કામો કરતી વખતે જમણા હાથનો ઉપયોગ કરે છે. જો કે તે માનવ સ્વભાવ છે જેના વિશે લોકો વધુ જાણતા નથી. તમને જણાવી દઈએ કે આની પાછળ એક સરળ વિજ્ઞાન છે. એક આંકડા મુજબ, વિશ્વના 90% લોકો લખતી વખતે જમણા હાથનો ઉપયોગ કરે છે. તેની પાછળ 2 કારણો છે, એક આપણું મગજ અને બીજું આપણું ડીએનએ. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ. 

આ વાત વિશે જાણો છો તમે? 
લગભગ દરેક વ્યક્તિએ પુસ્તકોમાં વાંચ્યું હશે કે આપણા મગજનો ડાબો ભાગ આપણા શરીરના જમણા ભાગ અને અવયવોને નિયંત્રિત કરે છે અને આપણા મગજનો જમણો ભાગ આપણા શરીરના ડાબા ભાગ અને અવયવોને નિયંત્રિત કરે છે. સરળ શબ્દોમાં સમજીએ તો જ્યારે પણ આપણે કોઈ પણ નવી ભાષા બોલતા કે લખતા શીખીએ છીએ ત્યારે તે સ્થિતિમાં આપણા મગજના ડાબા ભાગનો ઘણો ઉપયોગ થાય છે.

જમણા હાથથી લખવાનું આ છે કારણ 
હકીકતે આપણા મગજની પ્રથમ પ્રાથમિકતા એ છે કે ન્યૂનતમ ઊર્જા ખર્ચીને વધુમાં વધુ કામ કરવું. મોટાભાગના લોકોના મગજમાં energy managementની કળા હોય છે. ડાબા હાથથી લખવાના કિસ્સામાં, જો આપણું મગજ તમામ ભાષાના ડેટાને પ્રોસેસ કરે છે અને તેને જમણી બાજુના મગજમાં ટ્રાન્સફર કરે છે અને પછી જમણી બાજુનું મગજ તે સંકેતોને સમજે છે અને આપણા ડાબા હાથને લખવાનો આદેશ આપે છે.

તો આ સમગ્ર પ્રક્રિયામાં વધારે ઉર્જા અને સમય લાગે છે. આ વધારાની શક્તિ અને સમય બચાવવા માટે, મોટાભાગના કિસ્સાઓમાં આપણું મગજ આડકતરી રીતે આપણને જમણા હાથથી લખવા માટે મજબૂર કરે છે.

અમુક લોકોના ડાબા હાથથી લખવાનું આ છે કારણ 
સાયન્ટિફિક અમેરિકનના એક રિપોર્ટ અનુસાર, બાકીના 10% લોકો લખતી વખતે ડાબા હાથનો ઉપયોગ કેમ કરે છે. હકીકતમાં બાળપણમાં ઘણા લોકોના મગજમાં energy managementની પેટર્ન વિકસિત થતી નથી. 

આ કારણે તેનું મન પરોક્ષ રીતે તેને જમણા હાથે લખવા માટે ક્યારેય દબાણ કરતું નથી. આવા લોકો મોટા ભાગનું કામ ડાબા હાથથી કરે છે અથવા કોઈપણ હાથ વડે કંઈ પણ કરવામાં સક્ષમ હોય છે. તેઓ કોઈપણ એક હાથનો ઉપયોગ કરવા માટે બંધાયેલા નથી.

આ વસ્તુમાં છે DNAનું યોગદાન 
વર્ષ 2012 માં યુએસએમાં થયેલા એક સંશોધન મુજબ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે જો બાળકના માતાપિતા બંને right handed હોય તો તે બાળકના  left handedની સંભાવના માત્ર 9% છે. અને જો માતાપિતામાંથી કોઈ એક left handed અને બીજુ right handed છે તો સંભાવના વધીને 19% થાય છે. આ સિવાય જો માતા-પિતા બંને  left handed હોય તો બાળકના  left handedની સંભાવના 26% થઈ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

OMG people right hand write તમને ખબર છે? right hand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ