ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Why Ahmedabad and Lucknow were selected for the new 2 teams in IPL

ક્રિકેટ / IPLમાં નવી 2 ટીમો માટે અમદાવાદ અને લખનઉની જ કેમ કરાઈ પસંદગી, આ ખાસ છે કારણ

Published By: Vishnu

Last Updated: 09:09 PM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL ટીમોની રેસમાં કુલ 6 શહેરના નામ હતા જેમાંથી અમદાવાદ અને લખનઉ શહેરને પસંદ કરવામાં આવ્યું છે

ADVERTISEMENT

  • IPLની આવતી સિઝનમાં બે નવી ટીમ મેદાનમાં ઉતરશે
  • સીવીસી કેપિટલ પાર્ટર્નસને અમદાવાદની ટીમ મળી
  • RPSG ગ્રુપને લખનઉની ટીમ મળી.

આજે આઈપીએલની બે નવી ટીમ માટેનું બીડિંગ થયું હતું. જેમાં IPLની બે નવી ટીમની જાહેરાત કરી દેવાઈ છે. આરપી સંજીવ ગોયંનકા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડમાં તો CVC ગ્રુપની ઈરેલિયાએ 5600 કરોડમાં અમદાવાદની ટીમને ખરીદી છે. 

કોને મળે છે શહેર પસંદ કરવાનો અધિકાર
IPL ટીમોની રેસમાં કુલ 6 શહેરના નામ હતા જેમાં અમદાવાદ, લખનઉ, કટક, ધર્મશાલા, ગુવાહાટી, અને ઇન્દૌરનું નામ હતું. જેમાંથી જે સૌથી વધારે બોલી લગાવે છે તેના પાસે જ અધિકાર હોય છે કે કયા શહેરની અને ટીમની પસંદગી કરે જેમાં આરપી સંજીવ ગોયંકા ગ્રુપે લખનઉની ટીમ માટે  7,090 કરોડની અને CVC Capitalએ 5600 કરોડની બોલી લગાવી હતી. આથી RPSG ગ્રુપે બોલી બાદ લખનઉ શહેરની પસંદગી કરી હતી જ્યારે સીવીસી કેપિટલ પાર્ટર્નર્સે અમદાવાદ શહેરની પસંદગી કરી હતી.

IPLમાં અમદાવાદની ટીમ શા માટે ? 

  • દેશના મોટા શહેરની પોતાની સ્વતંત્ર ટીમ છે 
  • અમદાવાદમાં દેશના અગ્રણ્ય મોટા શહેરમાં સ્થાન પામે છે 
  • અમદાવાદનું પોતાનું 'નરેન્દ્ર મોદી સ્ટેન્ડિયમ' હોમ ગ્રાઉન્ડ સ્ટેડિયમ છે 
  • આ રીતે અમદાવાદમાં ક્રિકેટ માટેનું ઇન્ફાસ્ટ્રકચર પુરતું છે 
  • અમદાવાદ શહેરની વસ્તી 70 લાખની આસપાસની છે 
  • મોટી વસ્તીના કારણે અમદાવાદ કન્ઝ્યુમરનું મોટું માર્કેટ પણ છે 
  • ટીમ પસંદ કરવાથી  ઇન્ફાસ્ટ્રચર અને કન્ઝ્યુ. માર્કેટનો ફાયદો મળે છે
  • અમદાવાદના લોકોમાં ક્રિકેક ફીવર જબરજસ્ત છે  
  • આમ અમદાવાદ ટીમ બને તો  ફેન-ફોલોઇંગ વર્ગ મોટો મળી શકે છે 
  • અમદાવાદ અને ગુજરાત પાસે ટીમ ખરીદી શકે તેવા સંપન કોર્પોરેટ હાઉસ છે 
  • ટીમ ખરીદવા કરોડો રુપિયાનો ખર્ચ થાય છે જે અમદાવાદ કોર્પોરેટ હાઉસ પાસે છે

22 ઉદ્યોગ ગૃહોએ બંને ટીમોને ખરીદવા બોલી લગાવી 
બોલી લગાવનારાઓમાં અદાણી ગ્રુપ, ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, ટોરેન્ટ ફાર્મા, અરવિંદ ફાર્મા, આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપ, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા ગ્રુપ, ભૂતપૂર્વ પ્રધાન નવીન જિંદાલના જિંદાલ સ્ટીલ, રોની સ્ક્રૂવાલા અને ત્રણ પ્રાઇવેટ ઇક્વિટી સહયોગી ઓ હતા. પરંતુ અંતે ગોએન્કા ગ્રુપ અને સીવીસીના ભાગીદાર શરત લગાવી શક્યા.

IPLમાં લખનઉની ટીમ શા માટે ? 

  • દેશના મોટા શહેરની પોતાની સ્વતંત્ર ટીમ છે 
  • લખનઉમાં દેશના અગ્રણ્ય મોટા શહેરમાં સ્થાન પામે છે 
  • લખનઉનું પોતાનું 'અટલ બિહારી વાજપેયી ક્રેકિટ સ્ટેન્ડિયમ' સ્ટેડિયમ છે 
  • અમદાવાદની જેમ લખનૌમાં પણ ક્રિકેટ માટેનું ઇન્ફાસ્ટ્રકચર પુરતું છે 
  • લખનઉ શહેરની વસ્તી 35 લાખની આસપાસની છે 
  • મોટી વસ્તીના કારણે લખનૌનું કન્ઝ્યુમરનું મોટું માર્કેટ પણ છે 
  • ટીમ પસંદ કરવાથી  ઇન્ફાસ્ટ્રચર અને કન્ઝ્યુ. માર્કેટનો ફાયદો મળે છે
  • લખનઉનો ક્રિકેટ ફિવર નવી ટીમને સપોર્ટ કરી શકે છે

BCCI ને થશે 7,000થી 10,000 કરોડ રૂપિયાની આવક
બે નવી ટીમોના આગમનથી BCCIને 7,000થી 10,000 કરોડ રૂપિયાની આવક થશે. 2011માં આવું બન્યું તે પહેલાં આઇપીએલમાં 10 ટીમો ભાગ લેશે તેવું પહેલી વાર નહીં બને. ત્યારબાદ પુણે વોરિયર્સ, કોચી ટસ્કર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોઈ વિવાદ હોવાથી કોચીને એક સિઝન પછી જ દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ 2014થી અત્યાર સુધીમાં 8 ટીમો આઇપીએલમાં પાછી ફરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI IPL Lucknow ahmedabad new teams અમદાવાદ આઈપીએલ નવી ટીમ બીસીસીઆઈ લખનઉ IPL

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ