ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / when is rakshabandhan is it on 11 or 12 th august

શુભ દિવસ / ભાઇને ક્યારે બાંધવી રાખડી, 11 કે 12 ઑગષ્ટ ? જાણો રક્ષાબંધનનું શુભ મુહૂર્ત-વિધિ

Published By: Khyati

Last Updated: 05:26 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે 2 પૂનમની તિથિ આવી રહી છે 11 અને 12 બંને દિવસે પૂનમ છે ત્યારે રક્ષાબંધનની ઉજવણી કયા દિવસે કરવી તે વિશે આવો જાણીએ

ADVERTISEMENT

  • ક્યારે ઉજવવી રક્ષાબંધન
  • ભાઇને રાખડી ક્યારે બાંધવી ?
  • 11 ઑગષ્ટ કે 12 ઑગષ્ટ ?

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમને દર્શાવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે  બે પૂનમ આવી છે. 11 અને 12 ઑગષ્ટે પૂનમ છે. ત્યારે બંનેમાઁથી કયા દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવી, કયો દિવસ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ છે, આવો જાણીએ ..

11 કે 12 રક્ષાબંધન ક્યારે છે ?

હિંદુ કેલેન્ડર અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 11 ઓગસ્ટના રોજ સવારે 10:38 વાગ્યે શરૂ થશે, જે 12 ઓગસ્ટના રોજ સવારે 07:5 વાગ્યા સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં છે કે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટે ઉજવવામાં આવશે કે 12મી ઓગસ્ટે. જ્યોતિષીઓના મતે 11 ઓગસ્ટના રોજ ભદ્રા કાળની છાયાને કારણે કેટલાક લોકો 12 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે.

જાણો બંને દિવસનો શુભ સમય 

11 ઓગસ્ટે ભદ્રકાલ સવારથી રાત્રે 08:51 સુધી છે. હિંદુ માન્યતાઓ અનુસાર, સૂર્યાસ્ત પછી કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. તેથી બહેનો તેમના ભાઈને ન તો ભદ્રકાળમાં કે રાત્રે રાખડી બાંધી શકે છે. એટલા માટે કેટલાક પંડિતો 12મી ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવાનું શુભ માને છે. જો તમે 12 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવી રહ્યા છો, તો સવારે 07:05 પહેલા ભાઈના કાંડા પર રાખડી બાંધો.

રાખડી બાંધવાની રીત

ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ દિશામાં અને બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.સૌ પ્રથમ, બહેનો તેમના ભાઈને કપાળે ટીકો કરો અને અક્ષત લગાવો. ઘીના દીવાની આરતી ઉતારો, ત્યારબાદ મીઠાઈ ખવડાવી ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો.

સંકળાયેલા મુદ્દાઓ

11 ઑગષ્ટ પૂનમ રક્ષાબંધન શુભ મુહૂર્ત Rakshabandhan 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ