બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / ટેક અને ઓટો / WhatsApp લઇને આવ્યું વધુ એક ન્યૂ ફીચર, સ્ટેટસ અપડેટ પર મળશે આ શાનદાર વિકલ્પ

ટેક્નોલોજી / WhatsApp લઇને આવ્યું વધુ એક ન્યૂ ફીચર, સ્ટેટસ અપડેટ પર મળશે આ શાનદાર વિકલ્પ

Last Updated: 10:17 AM, 19 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપે તેના iOS બીટા વર્ઝનમાં યુઝર્સ માટે સ્ટેટસ અપડેટ્સમાં ગ્રુપ ચેટ્સને મેન્શન કરવા માટેનું એક તગડું ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. જાણો શું છે આ નવું ફીચર?

iOS પહેલા, કંપનીએ આ ફીચર 'WhatsApp Beta For Android 2.24.26.17' માટે બહાર પાડ્યું હતું. iOS માટે રોલ આઉટ કરેલ આ ફીચર વિશેની માહિતી WABetaInfo એ આપી છે. WABetaInfo એ ટેસ્ટફ્લાઇટ પર ઉપલબ્ધ iOS 24.25.10.77 માટે WhatsApp બીટામાં આ સુવિધા જોઈ અને તેની પોસ્ટમાં તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો.

વિઝિબિલિટી વધારી શકાશે

શેર કરેલા સ્ક્રીનશૉટમાં બીટા યુઝર્સને એક નવું ફીચર દેખાઈ રહ્યું છે. આની મદદથી સ્ટેટસ અપડેટની વિઝિબિલિટી વધારી શકાશે. રિપોર્ટ અનુસાર વિઝિબિલિટીનું આ ફીચર ફક્ત એક ચોક્કસ અપડેટ માટે છે. આનાથી ભવિષ્યના સ્ટેટસ અપડેટ્સની એકંદરે જે પ્રાઇવસી છે, તેમાં કોઈ જ બદલાવ નહીં આવે. આ ફીચર થકી તમે તમારા સંપર્કમાં રહેલ લોકોને અથવા ગ્રુપ મેમ્બરને મેન્શન પણ કરી શકો છો.

વધુ વાંચો ખતમ થઇ જશે Googleનો દબદબો? OpenAIનું SearchGPT પ્લેટફોર્મ માર્કેટમાં આવતા જ ગૂગલના ફ્યૂચર પર પ્રશ્ન

હવે સ્ટેટસ અપડેટ્સ પણ શેર કરી શકો છો

WABetaInfoએ જણાવ્યું હતું કે, ગ્રુપના સભ્યો કે જેઓ સ્ટેટસ અપડેટ્સની ઍક્સેસ મેળવી શકે છે, તેઓ પણ હવે તેમના કોન્ટેક્ટસની સાથે સ્ટેટસ શેર કરી શકશે. ખાસ વાત એ છે કે, કોન્ટેક્ટ્સ સાથે સ્ટેટસ અપડેટ શેર કરતી વખતે રિસીવર તેના ઓરિજનલ ક્રીએટરને ઓળખશે નહીં. તેમજ, રિસીવરને તેમાં ઉલ્લેખ થયેલ સંપર્ક વિશેની કોઈ જ માહિતી મળશે નહીં. આ સાથે, સ્ટેટસ અપડેટ કરનાર અને મેન્શન કરેલ યુઝર્સ વચ્ચેની પ્રાઇવસી પણ જળવાઈ રહેશે. આ ફીચરની મદદથી, જો જરૂરી હોય તો, સ્ટેટસ અપડેટ્સની પહોંચ પણ વધારી શકાશે.

5 થી વધુ ગ્રુપને નહીં કરી શકો 'મેન્શન'

વોટ્સએપના આ નવા ફીચર માટે બે મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. પહેલું એ છે કે, એક સ્ટેટસ અપડેટમાં પાંચથી વધુ ગ્રુપને મેન્શન નહીં કરી શકો. તેનો ફાયદો એ થશે કે, તે વધુ પડતા નોટિફિકેશનને અટકાવશે અને તેનો ઉપયોગ સ્પેમ માટે નહીં થાય. બીજું એ છે કે, વોટ્સએપનું આ ફીચર ફક્ત તે જ ગ્રુપમાં ઉપયોગી થશે જેમના સભ્યોની સંખ્યા 32 થી વધુ નહીં હોય. તમને જણાવી દઈએ કે વોટ્સએપનું આ ફીચર હાલમાં જ બીટા યુઝર્સ માટે આવ્યું છે અને બીટા ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ કંપની તેના સ્ટેબલ અપડેટને તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Whatsapp Updates WhatsApp New Features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ