બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / ખતમ થઇ જશે Googleનો દબદબો? OpenAIનું SearchGPT પ્લેટફોર્મ માર્કેટમાં આવતા જ ગૂગલના ફ્યૂચર પર પ્રશ્ન

નવું ફીચર / ખતમ થઇ જશે Googleનો દબદબો? OpenAIનું SearchGPT પ્લેટફોર્મ માર્કેટમાં આવતા જ ગૂગલના ફ્યૂચર પર પ્રશ્ન

Last Updated: 04:19 PM, 17 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ChatGPTના લોન્ચ થયા બાદ OpenAI સતત નવા ફીચર્સ લાવી રહ્યું છે. હવે OpenAI લાવશે, આ ફીચર. જાણો શું છે આ નવું ફીચર.

OpenAI હવે લાવી રહ્યું છે, 'SearchGPT'. આ ફીચર બધા યુઝર્સ માટે ફાયદાકારક રહેશે. SearchGPTને OpenAIના 'કટિંગ એજ લેંગ્વેજ મોડ્યુલ' પરથી તૈયાર કરવામાં આવેલ છે. આના થકી યુઝર્સને જે સર્ચ કરવું હોય તે સરળતાથી મળી જશે. આમ જોવા જઈએ તો, આનો ઉપયોગ ફક્ત માહિતી માટેનો છે એટલે કે યુઝર્સને જે પણ માહિતી જોઈતી હશે તે સચોટ રીતે મળી આવશે. જો કોઈ ટોપિક વધારે અઘરો અથવા કન્ફ્યુઝન વાળો હોય તો SearchGPT એકદમ સરળ રીતે તે ટોપિક આપણા સુધી પહોંચાવશે .

આ પ્લેટફોર્મના લોન્ચ થવાથી Googleના ભવિષ્ય પર હવે સવાલ ઉઠશે. Googleમાં જ્યારે આપણે કઈ સર્ચ કરીએ તો આપણને તે ટોપિકને લગતી તમામ લિન્ક મળી આવે છે. જો કે, કંપનીએ હવે 'AI બેસ્ડ સમરી ઓફર'ની શરૂઆત કરી દીધી છે.
વધુ વાંચો પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખજો આટલું નહિંતર એકાઉન્ટ તળિયાઝાટક

બીજી બાજુ ChatGPTના તમામ યુઝર્સ માટે OpenAIએ SearchGPTનું એલાન કરી દીધું છે. કંપનીએ એક બ્લોગપોસ્ટ થકી આ માહિતી આપી છે. કંપનીએ બ્લોગપોસ્ટ પર લખ્યું છે કે, 'તમને હવે ખૂબ જ જલ્દી અને સમય પર દરેક સવાલના જવાબ મળશે અને તેને લગતી તમામ વેબ સોર્સ લિન્ક પણ મળી જશે. આની મદદથી તમે લેટેસ્ટ સ્પોર્ટ્સ માહિતી, સમાચાર, સ્ટોક માહિતી અને બીજું ઘણું બધુ સર્ચ કરી શકો છો. તમે જે સર્ચ કરશો તેનો જવાબ તમને સરળતાથી મળી જશે.'

SearchGPT એક ટ્રેડિશનલ કીવર્ડ મેચિંગ એલ્ગૉરિઘમથી આગળની સ્ટોરી છે. તમે જે સવાલ કરશો એ પહેલા સમજશે અને ઇન્ટરનેટમાં જે માહિતી મળી આવશે, તે તમારા સુધી પહોંચાડી આપશે. આ AI બેસ્ડ સર્ચ એંજિન લાંબા-લાંબા આર્ટિકલને પણ સમ્મરાઈઝ કરી દે છે. આની મદદથી તમારો સમય બચશે અને મેહનત પણ ઓછી લાગશે. SearchGPT મોબાઈલ ડિવાઇસ માટે કસ્ટમાઇઝ થઈ શકે છે. યુઝર્સ SearchGPTને વેબ બ્રાઉઝર સાથે ઇન્ટીગ્રેટ કરી શકશે અને ડિફૌલ્ટ સર્ચ એંજિન પણ બનાવી શકે છે.

કંપનીએ બ્લોગપોસ્ટ થકી જણાવ્યું હતું કે, આ ફીચર ChatGPT.com પર ઉપલબ્ધ છે. તમે આનો ઉપયોગ મોબાઈલ એપ અને ડેસ્કટોપ પર પણ કરી શકો છો. આ ફીચરનું એક્સેસ ChatGPT Plus અને જે વેટલીસ્ટ યુઝર્સ છે, તેઓને મળશે. એન્ટરપ્રાઇસને આનું એક્સેસ લગભગ આવતા અઠવાડિયે મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology digital world Chat GPT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ