બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખજો આટલું નહિંતર એકાઉન્ટ તળિયાઝાટક
Last Updated: 08:22 PM, 14 December 2024
બસ સ્ટેશન, કાફે, હોટલ, એરપોર્ટ અથવા રેલ્વે સ્ટેશન પર મળતું પબ્લિક ફ્રી Wi-Fi ખૂબ ઉપયોગમાં આવે છે. પરંતુ આ પબ્લિક Wi-Fi હંમેશા સુરક્ષિત જ હોય તેમ માની લેવું ભૂલ ભરેલું ગણાય. ઘણા સ્કેમર્સ પબ્લિક Wi-Fi દ્વારા લોકોના ફોન હેક કરે છે. આથી આવા નેટવર્ક્સનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. નહીં તો સ્કેમર્સ તમારું એકાઉન્ટ હેક કરીને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
ADVERTISEMENT
પબ્લિક Wi-Fi મોટાભાગે ફ્રી હોય છે. આથી મોટાભાગના લોકો તેનો ઉપયોગ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા, મૂવીઝ ડાઉનલોડ કરવા અથવા ઑફિસનું કામ કરવા માટે કરતા હોય છે. જેથી પબ્લિક Wi-Fi એ સ્કેમર્સ માટે હેકિંગ કરવા માટેનું હોટસ્પોટ બની રહે છે. આ સિવાય લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સંદિગ્ધ મેસેજ અને લિંક્સ પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. જેનાથી તેઓ સરળતાથી સ્કેમર્સના હાથમાં ફસાઈ જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઓનલાઈન શોપિંગ ન કરો - પબ્લિક Wi-Fi પર ઓનલાઈન શોપિંગ ન કરો. નહીં તો ઓનલાઈન શોપિંગ વખતે તમારા કાર્ડની માહિતી ચોરાઈ શકે છે.
VPNનો કરો ઉપયોગ - વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) તમારી ઑનલાઇન એક્ટિવિટીને એન્ક્રિપ્ટ કરે છે અને તમારી ઓળખ છુપાવે છે.
ADVERTISEMENT
સુરક્ષિત વેબસાઇટ્સનો કરો ઉપયોગ - હંમેશા HTTPS વેબસાઇટ્સનો ઉપયોગ કરો કેમ કે તે સુરક્ષિત હોય છે.
તમારા ડિવાઈસને રાખો અપડેટ - તમારા સ્માર્ટફોન અથવા લેપટોપને હંમેશા અપડેટ રાખો. કેમ કે, અપડેટ્સમાં ઘણીવાર હેકિંગને રોકવા માટે પેચ હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંવેદનશીલ માહિતી ન કરો શેર - પબ્લિક Wi-Fi પર તમારી બેંકિંગ ડિટેલ્સ, પાસવર્ડ અથવા અન્ય સંવેદનશીલ માહિતી ક્યારેય સાથે શેર ન કરો.
તમારા ડિવાઈસને કરો લોક - જ્યારે તમે પબ્લ્ક Wi-Fiનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ ત્યારે તમારા ડિવાઈસને લોક કરો.
ઑટો-કનેક્ટ ફીચર કરો બંધ - તમારા ડિવાઈસ પર ઑટો-કનેક્ટ ફીચરને બંધ કરો જેથી તે તમારી પરવાનગી વગર કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ ન થઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.