બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / What is the truth of the Congress in the allegation of not getting help from the center to Gujarat?
Last Updated: 10:01 PM, 7 February 2024
ADVERTISEMENT
2012ની વિધાનસભા ચૂંટણી સમયે આપણે ટેલવિઝન ઉપર ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી થતા અન્યાયની જાહેરાતો જોઈ જ છે. વાત ફરી અન્યાયની જ થઈ રહી છે પણ જુદા પરીપ્રેક્ષમાં. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ડબલ એન્જિન સરકારનો દાવો ભલે કરાતો હોય પરંતુ કેન્દ્રની ભાજપ સરકાર ગુજરાતની ભાજપ સરકારને જ યથાયોગ્ય સહાય નથી કરતી. આ માટે બિપરજોય વાવાઝોડું અને તાજેતરમાં નર્મદામાં આવેલા પૂરનો સંદર્ભ લેવામાં આવ્યો. ગુજરાતમાં કોંગ્રેસના આરોપની વચ્ચે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં જુદુ જ ચિત્ર આકાર લે છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર કેન્દ્ર સરકાર ઉપર આરોપ લગાવી રહી છે કે અમે જે કર કેન્દ્રને આપીએ છી તેની સામે અમને પુરતુ વળતર મળતું નથી. આખરે અન્યાય કોણ કોને કરે છે. ગુજરાતને અન્યાયના વિપક્ષના આરોપનું સત્ય શું છે.
ADVERTISEMENT
કોંગ્રેસના આરોપ શું?
કોંગ્રેસ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, મહેસૂલ વિભાગની 1200 કરોડની પૂરક માગ છે. જ્યારે 1200 કરોડની હકીકત જુદી છે. કેન્દ્રમાં કોંગ્રેસ હતી ત્યારે ગ્રાન્ટ સહેજ ઓછી મળે તો મુદ્દો બનતો હતો. નર્મદાનું પૂર સરકાર સર્જિત હતું. લોકોની માલ-મિલકત, પશુધનને વ્યાપક નુકશાન થયું હતું. બિપોરજોય વાવાઝોડા સમયે કેન્દ્રની ટીમ પણ સર્વે માટે આવી હતી. સર્વેમાં સામે આવ્યું કે 2 હજાર કરોડથી વધુનું નુકશાન થયું છે. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સમક્ષ મદદની રજૂઆત કરી હતી. ગુજરાતની રજૂઆત છતાં કેન્દ્ર તરફથી 338 કરોડની રકમ મળી. ગુજરાતને કેન્દ્ર સરકારે તમાચો કેમ માર્યો?
ADVERTISEMENT
કર્ણાટક સરકારનો કેન્દ્ર સામે વિરોધ કેમ?
15માં નાણાં આયોગ અંતર્ગત કર્ણાટકને થયેલા નુકસાન ઉપર ધ્યાન આપો. કર્ણાટકને 5 વર્ષમાં 1.87 લાખ કરોડનું નુકસાન થયું. કેન્દ્ર સરકાર ફંડ વિતરણમાં રાજ્ય સાથે ભેદભાવ કરે છે. અમારા કરનો અમને 40 થી 45% હિસ્સો મળવો જોઈએ. અમને અમારા કરનો માત્ર 13% હિસ્સો મળી રહ્યો છે. કર્ણાટક કેન્દ્રને 4.3 લાખ કરોડથી વધુ કર આપે છે. કર્ણાટકને 4.3 લાખ કરોડમાંથી 50 હજાર કરોડ જ પરત મળે છે. અમે 100 રૂપિયા આપીએ જેની સામે અમને 13 રૂપિયા પરત મળે છે. 15માં નાણાં આયોગ અંતર્ગત અમને 5300 કરોડ આપવાના થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.