ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
19 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આઠમની તિથિ 18મી ઓગસ્ટે બપોરે 12:14 કલાકે દાખલ થશે. જે 19મી ઓગસ્ટે બપોરે 1:06 વાગ્યા સુધી રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્ર સાંજે 4.58 કલાકે પ્રવેશ કરશે. તેથી જ 19 ઓગસ્ટે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ઉપવાસ કરવામાં આવશે. કહેવાય છે કે જન્માષ્ટમીનુ વ્રત કરવાથી 20 કરોડ એકાદશીનું ફળ મળે છે.

ADVERTISEMENT
ધાર્મિક વિધિ
ADVERTISEMENT

આ નિયમોનું કરો પાલન
ADVERTISEMENT
આ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની સાથે ગાયની પણ પૂજા કરો. ભગવાન કૃષ્ણની મૂર્તિની સાથે પૂજા સ્થાન પર ગાયની મૂર્તિ પણ રાખો.
પૂજા સુંદર અને સ્વચ્છ મુદ્રામાં બેસીને કરવી જોઈએ.ભગવાન શ્રી કૃષ્ણનો ગંગા જળથી અભિષેક કરો.ગાયના દૂધમાંથી બનાવેલ ઘીનો ઉપયોગ કરો. મહત્વનું છે કે કૃષ્ણજન્મોત્સવના દિવસે રોહિણી નક્ષત્ર હોય છે ત્યાં ચંદ્ર મહારાજ ઉચ્ચના બને છે ચંદ્રનું પ્રિય નક્ષત્ર રોહિણી છે ચંદ્ર એટલે આપણું મન છે માટે ચંદ્ર ઉચ્ચના થાય એટલે મન પણ શ્રેષ્ઠ બને છે જયારે સૂર્ય મહારાજ સ્વરાશિમાં છે જે આત્માનું દર્શન કરાવે છે જેથી આ દિવસે શ્રેષ્ઠ ગ્રહો વચ્ચે પરમાત્માનો જન્મ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો