ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / vodafone-offer-prepaid-users-can-avail-amazon-prime-membership-for-rs-499-seek-full-information
ADVERTISEMENT
વોડાફોને પોતાના પ્રીપેડ યૂઝર્સને Amazon Prime સબ્સિક્રિપ્શન પર ફરીથી 50% ડિસ્કાઉન્ટ આપવાની શરૂ કરી દીધુ છે, એટલે કે આ ખાસ ઑફર હેઠળ વોડાફોન પ્રીપેડ યૂઝર્સ 999 રૂપિયાની કિંમતનો Amazon Prime સબ્સિક્રિપ્શન માત્ર 499 રૂપિયામાં ખરીદી શકે છે. આ ઑફર 30 જૂન, 2019 સુધી ચાલશે અને માત્ર પ્રીપેડ યૂઝર્સ માટે જ છે.
ADVERTISEMENT

વોડાફોન ગયા વર્ષે પણ પોતાના યૂઝર્સ માટે એમેઝોન પ્રાઇમની ઑફર આપી હતી અને હવે કંપનીએ ફરી રજૂ કરી છે. કેમકે એરટેલ પોતાના 299 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે એક મહિનાની એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ ફ્રીમાં આપી રહ્યુ છે. વોડાફોને પોતાની આ ખાસ ઑફરનું નામ 'વોડાફોન યૂથ ઑફર ઑન પ્રાઇમ' રાખવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર, વોડાફોનની તરફથી 18-24 વર્ષના યુવાનોને એક વર્ષ સુધી Amazon Prime મેમ્બરશિપ અડધી કિંમત પર મળશે. તમને ફરીથી બતાવી દઇએ કે, માત્ર વોડાફોન પ્રીપેડ યૂઝર્સ માટે જ આ ઑફર છે અને પોસ્ટપેઇડ યૂઝર્સને આ ઑફરનો લાભ નહી મળે.
ADVERTISEMENT

વોડાફોને પોતાની વેબસાઇટ પર લખ્યુ કે, જ્યારે 18-24 વર્ષ સુધી યૂઝર્સ એક વર્ષના Amazon Prime મેમ્બરશિપ ખરીદશે તો તેમણે ટોટલ સબ્સિક્રિપ્શનની કિમતમાં 50% જેટલી છૂટ મળશે. Amazon Prime સબસ્ક્રિપ્શન ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને પ્રાઇમ સેલ્સનો ઍક્સેસ આપશે. તેની સાથેએમેઝોનના મ્યૂઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પ્રાઇમ મ્યુઝિક અને OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોને ઍક્સેસ કરવાની સુવિધા પણ આપશે.
ADVERTISEMENT
પોસ્ટપેઇડ યુઝર્સની વાત કરીએ તો વોડાફોને રૂપિયા 399ની કિંમતે શરૂ કરેલા તમામ પ્લાન માટે એક વર્ષ માટે મફત Amazon Prime સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. જ્યારે નવી ઑફરો વિશે વાત કરીએ તો 18-24 વર્ષનાં ગ્રાહકો યાદ રાખે કે જો તેઓ બીજાના SIM નો ઉપયોગ કરે છે, તો તેમને ઓફરનો ફાયદો નહીં મળે. આ ઑફરનો ઉપયોગ માયવોડફોન એપ્લિકેશન દ્વારા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો