સોશિયલ મીડિયામાં એક બાળકીના ડાન્સ મૂવ્સે મચાવી ધૂમ.. કર્યો એવો ડાન્સ કે વારંવાર તમને પણ જોવાનું મન થશે
સોશિયલ મીડિયામાં ક્યૂટ ગર્લનો વીડિયો વાયરલ
ચાલુ મેટ્રો ટ્રેનમાં બાળકી કરી રહી છે ડાન્સ
આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી
આજકાલ તો રિલ્સનો જમાનો છે ભાઇ, નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઇ રિલ્સના એટલા દિવાના છે કે નાનામાં નાની વાતનું રિલ્સ બનાવી દે. અને પાછા આવા કેટલાક હટકે વીડિયો તો એવા મજાના હોય છે કે વારંવાર જોવાનું જ મન થાય. ત્યારે સોશિયલ મીડિયામાં ગોવિંદાની નાનકડી ચાહકનો વીડિયો સામે આવ્યો છે. આ ક્યૂટ ગર્લનો ડાન્સ જોઇને તમે પણ આ વીડિયો વારંવાર જોવાનુ મન કરશે .
ક્યૂટ ગર્લનો મસ્તાના અંદાજ
દરેકના ચહેરા પર સ્મિત લાવી દેતા આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની બાળકી ગિટારની ધૂન પર કેટલો સરસ ડાન્સ કરી રહી છે. તે ગિટાર ટ્યુન બોલિવૂડના પ્રખ્યાત ગીત 'આપ કે આ જાને સે'ની છે. તમે પણ વિલંબ કર્યા વિના સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલો આ વીડિયો અવશ્ય જોવો.
ડાન્સે દિલ જીતી લીધા
ડાન્સ કરતી વખતે છોકરીના એક્સપ્રેશન ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. આ માસૂમ બાળકીએ મેટ્રોમાં પોતાના ડાન્સનો વીડિયો બનાવ્યો છે. ડાન્સિંગ ગર્લનો ડ્રેસ તેને ખૂબ જ સૂટ કરી રહ્યો છે. ક્યુટનેસની સાથે સાથે યુવતીના ડાન્સ સ્ટેપ્સે બધાને દિવાના બનાવી દીધા છે. આ છોકરીની અદભૂત હરકતોએ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. તેમાં પણ ખાસ કરીને તેની આંખો. જે એક્સપ્રેશન સાથે તે ડાંસ કરી રહી છે તે જોઇને આ વીડિયો વારંવાર જોવાનું મન થાય.
જેમ ઉંમર વધે તેમ આપણે સભાન થઇ જઇએ છીએ. લોકો શું વિચારશે તે આપણે પહેલા વિચારીએ છીએ પરંતુ ટ્રેન્ડિંગ વીડિયોમાં આ બાળકી એકદમ દિલ ખોલીને ડાન્સ કરી રહી છે. ટ્રેનમાં અન્ય લોકો પણ બેસેલા છે પરંતુ આ બાળકીને તો બસ ડાન્સ કરવાથી જ મતલબ છે.