ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Bollywood / Varun Dhawan, Natasha Dalal to Tie the Knot in December, Actor Postpones Street Dancer 3D Release: Report

ચર્ચા / વરુણ-નતાશા ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશેઃ ‘સ્ટ્રીટ ડાન્સર’ની રિલીઝ ડેટ આગળ વધારાઈ

Published By: vtvAdmin

Last Updated: 03:08 PM, 27 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર થ્રીડી'ની રિલીઝ ડેટમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. પહેલાં આ ફિલ્મ 8  નવેમ્બરે રિલીઝ થવાની હતી. હવે આવતા વર્ષની 24 જાન્યુઆરી સુધી ઠેલવામાં આવી છે.

ADVERTISEMENT

એક બાજુ એવી ચર્ચા છે કે ડિરેક્ટર અનિલ બઝમીની ફિલ્મ 'પાગલપંતી' સાથે ક્લેશથી બચવા માટે આ નિર્ણય લેવાયો છે તો બીજી તરફ એમ પણ કહેવાય છે કે વરુણે પોતાનાં લગ્નના કારણે આ ડેટ આગળ વધારી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વરુણ ધવને ડિરેક્ટર રેમો ડિસોઝાને ફિલ્મ રિલીઝ ડેટ આવતા વર્ષે શિફ્ટ કરવાની વિનંતી કરી હતી. ચર્ચા છે કે વરુણ તથા નતાશા ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. 

સૂત્રોની વાત માનીએ તો વરુણ ધવન અને દલાલ પરિવાર જોધપુરમાં કોઇ પેલેસમાં આ લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ બંનેએ પ્રિયંકા-નિક જોનસના વેડિંગ પ્લાનરને હાયર કર્યો છે. વરુણ તથા નતાશા પણ રાજસ્થાનમાં લગ્ન કરશે. હિંદુ રિવાજથી લગ્ન થતાં હોવાના કારણે ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે.જોકે, હજી સુધી બંને પરિવારમાંથી કોઈએ પણ લગ્નને લઈ કોઈ ફોર્મલ એનાઉન્સમેન્ટ કરી નથી.

તો બીજી તરફ ફિલ્મના ડિરેક્ટર રેમો ડિસોઝાએ વાતને ફગાવી દીધી છે અને કહ્યુ કે, ''ફિલ્મ 3Dમાં બની રહી છે તે માટે સમય લાગશે. વરુણ લગ્ન કરવાનો છે તે અંગેનો મને કોઇ ખ્યાલ પણ નથી.''

વરુણ નતાશા સાથેના પોતાના સંબંધોને રિયાલિટી શોમાં સ્વીકારી ચૂક્યો છે. કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં તેણે કહ્યું હતું કે, ''હું નતાશાની સાથે છું. કારણ કે તેની પોતાની એક ઓળખ છે. તેનો પોતાનો એક અવાજ છે અને તેને જે કરવું છે, તેમાં તે એકદમ સ્ટ્રોંગ છે. તેના પાર્ટનર તરીકે હું તેને દરેક બાબતમાં સપોર્ટ કરું છું. મારી કરિયરને લઈ તે ઘણી જ સપોર્ટિવ રહી છે. અમે સ્કૂલમાં સાથે હતાં ત્યારથી હું તેને ઓળખું છું. તે સમયે અમે માત્ર મિત્રો હતાં. ડેટિંગ કરતા નહોતાં. જોકે, પહેલાં જ દિવસથી તે મારા સપનાઓને સપોર્ટ કરી રહી છે. મારે પણ તેના સપનાઓને સપોર્ટ કરવાનો છે. મને લાગે છે કે એક કપલ તરીકે અમે આગળ વધીશું''

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment નતાશા દલાલ વરૂણ ધવન Discussion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ