ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara prerana case OASIS Crime Branch sit Harsh Sanghvi victim's mother Waiting for justice

તપાસ..તપાસ / વડોદરા પ્રેરણા કેસ: 3 મહિના 15 દિવસ છતાંય કેસમાં શું હાથ લાગ્યું તેનો કોઈ પત્તો નહીં, પીડિતાની માતાને આ વસવસો

Published By: Vishnu

Last Updated: 11:46 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની પ્રેરણાનો 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડના રેલ્વે યાર્ડમાં ગુજરાત ક્વીનના કોચ D/૧૨ માં કથિત આત્મહત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો

ADVERTISEMENT

  • વડોદરા પ્રેરણા કેસ
  • ન્યાય ખાતરી આપ્યાને 3 મહિના 15 દિવસ..!
  • ગૃહરાજ્યમંત્રી ન્યાય અપાવે: પીડિતા પરેણાની માતા

સુરતના પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્માની હત્યાનું સાંભળી વડોદરા દુષ્કર્મ અને કથિત આત્મહત્યા કરનારી નવસારીની પીડિત દિકરીની માતાએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. સાથે જ તેમની દિકરીને સાડા ત્રણ મહિના વિત્યા છતાં પણ ન્યાય ન મળ્યાની વ્યથા ઠાલવી, દિકરીઓ પર અત્યાચાર કરનાર નરાધમોને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરી છે. 

OASIS સંસ્થા સામે લાગ્યા હતા ગંભીર આરોપ
વડોદરાની OASIS સંસ્થા સાથે જોડાયેલી નવસારીની દિકરીને ગત ૨૮ ઓક્ટોબરના રોજ વડોદરામાં જ અપહરણ કરી, તેની સાથે બે રિક્ષા ચાલકોએ દુષ્કર્મ આચર્યા બાદ, ગત ૪ નવેમ્બરની વહેલી સવારે પીડિતાનો વલસાડના રેલ્વે યાર્ડમાં ગુજરાત ક્વીનના કોચ D/૧૨ માં કથિત આત્મહત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. નવસારીની દિકરી સાથે ઘટેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યને હાલમાં જ બનેલી સુરતની ગ્રીષ્મા વેકરીયાની ઘટનાની જેમ જ હચમચાવી નાંખ્યુ હતુ.પણ ન્યાયની માત્ર વાતો જ થઈ હજુ સુધી પ્રેરણા કેસના આરોપી પકડાયા નથી, ત્યારે પીડિતની માતાએ OASIS સંસ્થા સામે ગંભીર આરોપ કરી માતાએ ગૃહરાજ્યમંત્રીને ન્યાય માટે આજીજી કરી છે..

વડોદરા પ્રેરણા કેસને સાડા ત્રણ મહિના
પરંતુ આજે સાડા ત્રણ મહિનાઓ વીત્યા બાદ પણ નવસારીની દિકરીને ન્યાય મળ્યો નથી. ત્યારે પીડિતાની માતાએ વિભિન્ન પોલીસ ટીમો કાર્યરત હોવા છતાં કઈ તકલીફ છે કે હજી સુધી આરોપીઓ પકડી શકાતા નથી. દિકરીને નાનેથી મોટી કરવાની અને જયારે એ દુનિયા સમજતી થાય, ત્યારે એની હત્યા કરી દેવામાં આવે, તો ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત જ નથી ને...? એવો પ્રશ્ન પીડિતાની માતાએ ઉઠાવ્યો છે. સાથે જ દિકરીઓ સાથે અત્યાચાર કરનારને પકડીને જાહેરમાં ફાંસીના માચડે લટકાવવાની માંગણી પણ કરી છે. 

ન્યાય માટે તમામે માત્ર વાતો કરી..!
રેલ્વે પોલીસ સાથે અમદાવાદ, વડોદરા ક્રાઈમ બ્રાંચ સાથે SIT ની પણ રચના કરીને દિકરીને વહેલો ન્યાય અપાવવા રાજ્યના યુવા ગૃહમંત્રીએ વિશ્વાસ આપ્યો હતો.પ્રેરણાને દિકરીને પોતાની બહેન અને તેની માતાને પોતાની માતા સરખી જ ગણાવીને નરાધમોને વહેલા પકડી, સખ્ત સજા અપાવવાની ખાતરી આપી હતી. પણ ના હજુ સુધી કેસમાં શું થયું તેનું કોઈ યોગ્ય તથ્ય બહાર આવ્યું છે. ન પરિવારને ન્યાય મળ્યો છે. 

FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ
વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો હતો જેમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું FSL રિપોર્ટમાં તારણ સામે આવ્યું. ગાંધીનગર FSL દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો મહત્વનું છે કે સાંયોગિક મેડિકલ પુરાવા, ઓરલ પુરાવાના આધારે પોલીસે ગેંગરેપનો કેસ દાખલ કર્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, એટલું જ નહીં મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પણ નોંધ કરી હતી. ત્યારે હવે FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવતા કેસ વધુ ગુંચવાયો હતો

 

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara prerana Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ