ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / ખોટા એકાઉન્ટમાં જતા રહ્યાં છે UPIના પૈસા? આવી રીતે લાવી શકાશે પાછા

કામની વાત / ખોટા એકાઉન્ટમાં જતા રહ્યાં છે UPIના પૈસા? આવી રીતે લાવી શકાશે પાછા

Published By: Nirav Kumar

Last Updated: 05:31 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ડિજિટલ પેમેન્ટ્સ કરતી વખતે ખોટા એકાઉન્ટમાં પૈસા જતા રહે તો શું કરવું? આ સ્થિતિમાં અમુક લોકો ગભરાઈ જતા હોય છે. પણ તમે આ પૈસા પરત મેળવી શકો છો.

ADVERTISEMENT

ડિજિટલ પેમેન્ટ્સના કારણે લાઈફ થૉડી સરળ બની છે. નહીં તો પહેલાં પૈસા મોકલવા કે ઉપાડવા માટે બેંકમાં જવું પડતું હતું. પણ હવે UPI અને ઓનલાઈન બેંકિંગ સાથે આપણે પલભરમાં ગમે તેને પણ પૈસા મોકલી શકીએ છીએ. જેમાં BHIM, Google Pay, PhonePe, અથવા Paytm જેવી એપ્સે આ પ્રોસેસને ફાસ્ટ
અને સરળ બનાવી દીધી છે. પરંતુ આ ઝડપ સાથે અમુકવાર સમસ્યા પણ આવે છે.

અમુકવાર ખોટા એકાઉન્ટમાં કે ખોટા UPI ID માં પણ પૈસા ટ્રાન્સફર થઇ જતા હોય છે. આ સ્થિતિમાં મુશ્કેલી પેદા થાય છે. પરંતુ આ સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. જો તમે યોગ્ય રીતે ફરિયાદ નોંધાવો તો તમારા પૈસા પરત મળવાની શક્યતા હોય  છે. તો ચાલો જાણીએ કે જો પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોય તો શું કરવું અને તેને કેવી રીતે પરત મેળવવા.

UPI ટ્રાન્ઝેક્શન તરત થઇ જાય છે. જો એક વાર પેમેન્ટ થઈ જાય તો પછી તેને રોકવું મુશ્કેલ હોય છે. આથી અનેક લોકો ગભરાઈ જાય છે અને તરત પગલાં લેતા નથી. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આ સ્થિતિઓ માટે નિયમો બનાવ્યા છે. આ નિયમો મુજબ ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે અને તેમના પૈસા પરત મેળવી શકે છે. ખોટા ટ્રાન્ઝેક્શન કિસ્સામાં સૌથી મહત્વની બાબત એ છે કે તાત્કાલિક પગલાં લેવા. જેટલી વહેલી તકે તમે ફરિયાદ કરશો એટલુ તમારા પૈસા પરત મળવાની શક્યતા વધી જાય છે.

ખોટા ટ્રાન્ઝેક્શન પર શું કરવું?

  • તમારી UPI એપના કસ્ટમર કેરનો કોન્ટેક્ટ કરો

જો તમે ભૂલથી Google Pay, PhonePe, Paytm કે BHIM દ્વારા પૈસા મોકલ્યા હોય તો પહેલા એપ પર જાઓ. ત્યાં હેલ્પ, સપોર્ટ કે Report a Problemનો વિકલ્પ મળશે. ખોટો ટ્રાન્ઝેક્શન પસંદ કરો અને ફરિયાદ નોંધાવો. ફરિયાદ નોંધાવતી વખતે ટ્રાન્ઝેક્શન ID, UTR નંબર, તારીખ અને રકમની માહિતી આપવી કરવી જરૂરી છે. આ માહિતીના આધારે એપની ટીમ NPCI દ્વારા રીસીવર બેંક પાસેથી રિફંડની રીક્વેસ્ટ કરે છે.

vtv app promotion
  • તમારી બેંકનો સંપર્ક કરો

જો એપ તરત સહાય પૂરી પાડતી નથી તો તમારી બેંકનો સંપર્ક કરો. તમે બેંકના કસ્ટમર કેરનો કોન્ટેક્ટ નંબર પર કૉલ કરી શકો છો કે નજીકની શાખાની મુલાકાત લઈ લેખિત ફરિયાદ નોંધાવી શકો છો. જેમાં બેંક, NPCI દ્વારા, રિવર્સલ પ્રક્રિયા શરૂ કરવા માટે રીસીવર બેંકનો સંપર્ક કરે છે.

  • NPCI હેલ્પલાઇન પર ફરિયાદ કરો

તમે NPCI હેલ્પલાઇન પર 1800-120-1740 પર કૉલ કરીને સીધી ફરિયાદ પણ કરી શકો છો. NPCI વેબસાઇટના Dispute Redressal Mechanism વિભાગમાં ઑનલાઇન ફરિયાદ ઓપ્શન પણ હોય છે. આ ફરિયાદ નોંધાવતી વખતે તમારે ટ્રાન્ઝેક્શન ID, UTR નંબર, મોકલેલી રકમ અને બંને UPI ID જેવી ડીટેલ આપવાની રહેશે.

વધુ વાંચો : ઇન્કમટેક્સ રિફન્ડ નથી આવ્યું? તો અહીંયા કરો ફરિયાદ, ને પછી સ્ટેટસ ચેક કરો

  • RBIના બેંકિંગ ઓમ્બ્ડસમેનની મદદ લો

જો તમને બેંક અથવા NPCI તરફથી કોઈ ઉકેલ ન મળે, તો તમે RBI ના બેંકિંગ ઓમ્બ્ડસમેનની મદદ લઈ શકો છો. આ તમારો છેલ્લો ઉપાય હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Refund Requests Digital Payments UPI Transactions

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ