ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ઇન્કમટેક્સ રિફન્ડ નથી આવ્યું? તો અહીંયા કરો ફરિયાદ, ને પછી સ્ટેટસ ચેક કરો
Last Updated: 01:19 PM, 20 January 2026
ADVERTISEMENT
આવકવેરા રિટર્ન ભર્યા પછી મોટા ભાગના ટેક્સપેયર્સને અસલી રાહત ત્યારે મળે છે જ્યારે રિફંડના પૈસા બેન્ક એકાઉન્ટમાં આવી જાય છે. પણ ઘણા લોકો આ રાહત માટે મોટી રાહ જોવી પડી રહી છે.ઘણા ટેક્સપેયર્સનું રિટર્ન પ્રોસેસ થયેલું જોવા મળે છે પણ બેન્ક એકાઉન્ટ હાલ પણ ખાલી છે. તેમને રિફંડ નથી મળ્યું જેનું એક મોટું કારણ સિસ્ટમમાં મળી આવેલી ડિડક્શનમાં ગરબડ. ઈનકમ મિસમેચ અથવા ટેક્સ નોટિસ છે. જો તમે પણ ITR રિફંડમાં મોડું થવાથી પરેશાન છો તો ગભરાવાની જરૂર નથી. અહીંયા અમે જણાવીશું કે તમે ક્યાં ફરિયાદ કરી શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
કોઈ પણ પગલું લેતા પહેલા એ જાણવું જરૂરી છે કે તમારું રિફંડ ક્યાં અટક્યું છે. જેના માટે ઈનકમ ટેક્સની વેબસાઈટ incometax.gov.in પર લોગઈન કરો.
ADVERTISEMENT
સીપીસી બેંગલુરુનો સંપર્ક કરો
જો તમારા રિટર્નની પ્રક્રિયામાં સમય લાગી રહ્યો હોય અથવા તમને જાણ થઈ હોય પણ રિફંડ ન મળ્યું હોય તો CPC સાથે વાત કરો.
ADVERTISEMENT
ટોલ ફ્રી નંબર: 18001030025 અને 18004190025
ડાયરેક્ટ નંબર: 080-46122000 અથવા 080-61464700
ADVERTISEMENT
સમય: સવારે 8 થી રાત્રે 8 (સોમવાર થી શુક્રવાર)
SBI નો સંપર્ક કરો (જો રિફંડ પેઇડ લખેલું હોય તો)
ADVERTISEMENT
આવકવેરા રિફંડના પૈસા SBI દ્વારા આવે છે.
જો પોર્ટલ પર રિફંડ ચૂકવેલ દેખાય છે પણ પૈસા ખાતામાં જમા થયા નથી તો SBIનો સંપર્ક કરો.
ટોલ ફ્રી નંબર 18004259760
ઇમેઇલ: [email protected]
ઇન્કમ ટેક્સ પોર્ટલ પર લોગિન કરો
“Know Your AO” વિકલ્પ પસંદ કરો
ફોન પર વાત કરવી મુશ્કેલ થઈ શકે છે. સૌથી સરળ અને વિશ્વસનીય રીત છે ઓનલાઇન ફરિયાદ દાખલ કરવી.
“Grievances” વિભાગમાં જઈને Submit Grievance પસંદ કરો
ડિપાર્ટમેન્ટ પસંદ કરો: CPC-ITR
કેટેગરીમાં પસંદ કરો: Refund Not Received
વિગતવાર લખો: તમારો Acknowledgement Number અને તારીખ લખો
આનો ફાયદો એ છે કે વિભાગને નક્કી કરેલા સમયમાં જવાબ આપવાનો હોય છે અને જો તમે ફરિયાદને આગળ પણ લઈ જઈ શકો છો. ઘણી વખત રિફંડ નાની ભૂલના કારણે અટકી જાય છે. આ બે ભૂલ પહેલા જાતે ઠીક કરી લો.

આ પણ વાંચોઃ માત્ર વ્યાજમાં જ રૂ. 2,00,000ની કમાણી! જાણો પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ વિશે
સંકળાયેલા મુદ્દાઓ