ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર વ્યાજમાં જ રૂ. 2,00,000ની કમાણી! જાણો પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ વિશે

કામની વાત / માત્ર વ્યાજમાં જ રૂ. 2,00,000ની કમાણી! જાણો પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ વિશે

Published By: Jinal Chauhan

Last Updated: 11:11 AM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસ દ્વારા સ્મોલ સેવિંગ સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ સરકારી યોજનાઓ માત્ર રિસ્ક-ફ્રી ઈન્વેસ્ટમેન્ટ માટે જ નહીં પણ સુરક્ષિત રોકાણ માટે પણ જાણિતી છે અને મોટો ફંડ એકઠો કરવામાં મદદરૂપ છે.

ADVERTISEMENT

રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો અને એવી જગ્યાએ પૈસા લગાવવા માગો છો જ્યાં તે સુરક્ષિત હોય તેની પર સારુ રિટર્ન પણ મળે. તો પછી પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ તમારા માટે છે. જેની ખાસ વાત તો એ છે કે કોઈ પણ રીતે પૈસા ડુબી જવાનું જોખમ નથી હોતું કારણ કે આમાં કરેલા નાના મોટા રોકાણ પર સુરક્ષા ગેરંટી સરકાર પોતે આપે છે. એક ખાસ યોજના છે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ જેમાં એક વખત પૈસા રોક્યા પછી માત્ર વ્યાજથી જ તમે 2 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી શકો છો.

રોકાણ પર 7.7 ટકા વ્યાજ મળી રહ્યું છે

આજકાલ દરેક પોતાની કમાણીમાંથી કંઈ ને કંઈ બચાવે છે અને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેને જોરદાર રિટર્ન મળે. વાત પોસ્ટ ઓફિશની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ એટલે કે PO NSC Schemeની કરીયે તો સરકાર આમા રોકાણ કરવા પર 7.7 ટકા વ્યાજ આપે છે એક સારી વાત તો એ છે કે આમાં કરવામાં આવેલા રોકાણ પર વ્યાજ દર કમ્પાઉન્ડિગ આધારે ઓફર કરવામાં આવે છે અને આને મેચ્યોરિટી પછી રોકાણકારના ખાતમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

અહીંયા ધ્યાન રાખો કે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જો તમારે વ્યાજનો ફાયદો લેવો હોય તો પછી તમારે રોકાણને લોક ઈન પીરિયડ સુધી ચાલુ રાખવું પડશે જે પાંચ વર્ષ સુધી હોય છે. ત્યારે જ તમને વ્યાજની ચુકવણી કરવામાં આવશે.

NSC યોજના વિશે આ ખાસ વાતો

  • તમે આ યોજનામાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.
  • મહત્તમ રોકાણ મર્યાદા નથી તમે જેટલું વધુ રોકાણ કરશો તેટલું વધુ તમે કમાશો.
  • NSC યોજના હેઠળ બાળકોના નામે પણ ખાતા ખોલી શકાય છે.
  • 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ખાતું માતાપિતા દ્વારા ચલાવવામાં આવે છે.
  • આ સરકારી યોજનામાં ઓનલાઈન રોકાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
  • રોકાણ પર મળેલ વ્યાજની રકમ 5 વર્ષ પછી જ ટ્રાન્સફર થાય છે.

જો આ કર્યું તો નુકસાન થશે

પોસ્ટ ઓફિસ NSC સ્કીમમાં મેચ્યોરિટી પહેલા ખાતુ ક્લોઝ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે પણ આના નુકસાન છે. એક વર્ષ ઓપરેટ કર્યા પછી જો તેને બંધ કરાવશો તો તમને તમે રોકાણ કરેલા પૈસા જ પાછા આપવામાં આવશે વ્યાજનો એક પણ રૂપિયો તમને નહીં મળે. એવામાં જરૂરી છે કે તમારા રોકાણને પાંચ વર્ષ સુધી રાખો જેનાથી તમને બધા લાભ મળી શકે.

vtv app promotion

આ પણ વાંચોઃ ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, આજે ઔપચારિક એલાન

પોસ્ટ ઓફિસની આ રાષ્ટ્રીય બચત યોજનામાં કોઈ પણ નજીકના પોસ્ટ ઓફિસમાં જોઈને ખાતુ ખોલાવી શકે છે. એક બીજી વાત આને પોપ્યુલર બનાવે છે તે છે કે ટેક્સ બેનિફિટ્સ, જી હાં આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં ધાંસુ વ્યાજ સાથે જ ઈનકમ ટેક્સ એક્ટની કલમ 80 Cના ટેક્સ છૂટનો લાભ પણ મલે છે. એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનો ટેક્સ બચાવી શકો છો.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment National Savings Certificate Post Office

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ