ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, આજે ઔપચારિક એલાન

જવાબદારી / ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, આજે ઔપચારિક એલાન

Published By: Priyankka Triveddi

Last Updated: 08:19 AM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJP Nitin Nabin: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નીતિન નબીનના નામની ઔપચારિક જાહેરાત આજે થશે. આ પદ માટે કુલ 37 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા જેમાં PM નરેન્દ્ર મોદી અને HM અમિત શાહ જેવા વરિષ્ઠ નેતાઓના નામ પણ સામેલ હતા. આ સિલેક્શન ભાજપના વ્યાપક સંગઠન મહોત્સવ 2024નો એક ભાગ છે.

ADVERTISEMENT

Nitin Nabin BJP President: ભારતીય જનતા પાર્ટી (BJP) ને આજે એટલેકે મંગળવારના રોજ એક નવા અધ્યક્ષ મળશે. આજે સવારે 11.30 વાગે નીતિન નબીનના નામની ઔપચારિક જાહેરાત થશે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે નીતિન નબીનના નામાંકન માટે કુલ 37 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા જેમાં 36 નામાંકન સેટ દેશના અલગ-અલગ સંગઠનાત્મક રાજ્યો તરફથી પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જ્યારે એક સેટ બીજેપીની રાષ્ટ્રીય પરિષદ અને સંસદીય દળ તરફથી દાખલ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય પરિષદ અને સંસદીય દળ તરફથી દાખલ કરવામાં આવેલા નામાંકનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત કુલ 20 કેન્દ્રના વરિષ્ઠ નેતાઓના નામ પ્રસ્તાવના રૂપમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રત્યેક નામાંકન સેટમાં પ્રસ્તાવક અને અનુમોદક સામેલ છે.

રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે નીતિન નબીન ઉપરાંત અન્ય કોઈ પણ નેતાએ ઉમેદવારી નોંધાવી નથી. જેના કારણે તેમની વિરોધ વગર ચૂંટાયા હોવાની ફોરમલ જાહેરાત આઆજે 20 જાન્યુઆરીના સવારે 11.30 વાંગર કરવામાં આવશે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દરેક રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ પાર્ટી નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

30 રાજ્યોમાં સંગઠનાત્મક ચુંટણી પછી પ્રક્રિયા

19 જાન્યુઆરીની સાંજે ઉમેદવારીને લગતી તમામ પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી પ્રભારીએ એક નિવેદન જારી કર્યું હતું અને જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષના ઉમેદવારીની સંવિધાનિક અને પારદર્શી પ્રક્રિયા પૂરી થઈ તેમ જણાવ્યું હતું. 36 માંથી 30 રાજ્યોમાં સંગઠનાત્મક ચુંટણી પછી નક્કી કરેલી પ્રક્રિયા અનુસાર આ ઉમેદવારી, તપાસ અને વાપસી પૂરી થઈ હતી. દેશભરમાંથી મળેલા વિશ્વાસ અને સમર્થન સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નીતિન નબીનનું નામ પ્રસ્તાવિત થયું છે જેનો સાફ મતલબ છે કે આજે નીતિન નબીનનું નામ જાહેર કરવામાં આવહસે. આ જાહેરાત પછી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન સાથે નીતિન નબીનને પાર્ટીના મુખ્યાલયના પાંચમા માળે આવેલા પાર્ટી કાર્યાલય સુધી લઈ જશે અને જ્યાં ફોર્મલ રીતે નડ્ડા તેમને અધ્યક્ષનો કાર્યભાર સોંપશે.

આ પણ વાંચો: 3 કલાક, 5 કરાર અને 7 મોટા એલાન... UAE રાષ્ટ્રપતિના દિલ્હી પ્રવાસથી ભારતે શું શું મળ્યું?

vtv app promotion

ભાજપના અનુસાર સંગઠન પર્વ 2024 અંતર્ગત ચાલી રહેલી આ પૂરી પ્રક્રિયા પાર્ટીની સંગઠનાત્મક મજબૂતી, આંતરિક લોકતંત્ર અને અનુશાસિત કાર્યપ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણી સાથે જ સંગઠન પર્વ તેના અંતિમ ચરણમાં પ્રવેશ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Nabin BJP president BJP National President Bharatiya Janata Party

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ