ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 3 કલાક, 5 કરાર અને 7 મોટા એલાન... UAE રાષ્ટ્રપતિના દિલ્હી પ્રવાસથી ભારતે શું શું મળ્યું?

MoU / 3 કલાક, 5 કરાર અને 7 મોટા એલાન... UAE રાષ્ટ્રપતિના દિલ્હી પ્રવાસથી ભારતે શું શું મળ્યું?

Published By: Nirav Kumar

Last Updated: 11:30 PM, 19 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં અનેક MoU સાઈન થયા છે. જેમાં અવકાશ ક્ષેત્ર, સંરક્ષણ અને ઉર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં MoU થયા છે.

ADVERTISEMENT

દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન બંને દેશોએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી, અવકાશની માળખાગત સુવિધાઓ અને ઉર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે અનેક દસ્તાવેજો અને કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ભારત-UAE સમિટને મહત્વની મુલાકાત ગણાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે પ્રતિબંધિત અને પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થઇ હતી.

  • સેટેલાઇટ નિર્માણ માટે કરાર
    આ વાટાઘાટો દરમિયાન બંને દેશોએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટે ફ્રેમવર્ક કરાર પર કામ કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં અવકાશ ક્ષેત્રમાં બે લોન્ચ સુવિધાઓ અને સેટેલાઇટ નિર્માણ માટે પણ કરાર થયા છે.
  • LNG કરશે સપ્લાય
    આ સિવાય UAE હવે ભારતને વાર્ષિક 0.5 મિલિયન મેટ્રિક ટન LNG સપ્લાય કરશે. આ ડીલ તેને ભારતનો બીજો સૌથી મોટો LNG સપ્લાયર બનાવશે. UAE ગુજરાતમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના વિકાસમાં પણ પાર્ટનરશિપ કરશે. આ બંને નેતાઓએ સરહદ પાર આતંકવાદની સખત નિંદા કરી અને ગુનેગારોને સજા આપવા પર ભાર મૂક્યો હતો.
vtv app promotion
  • ડેલિગેશનમાં કોણ હતું સામેલ?
    આ સમિટમાં રક્ષા અને ટેકનોલોજી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં બંને દેશોએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટે પણ હાથ મિલાવ્યા છે. અવકાશના ક્ષેત્રમાં સંયુક્ત પહેલથી માળખાગત સુવિધાઓનો વિકાસ થશે. ભારત અને UAEએ નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ભાગીદારી કરવાનું પણ નક્કી કર્યું છે. આ ડેલિગેશનમાં અબુ ધાબી અને દુબઈના રાજવી પરિવારોના સભ્યો તથા UAEના સંરક્ષણ મંત્રી શેખ હમદાન પણ હતા.
  • સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટરની થશે સ્થાપના

આ સિવાય બંને દેશો વચ્ચે ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે થયેલા આ સમજૂતી કરારથી ભારતીય ખેડૂતોને લાભ થશે અને UAEની ખાદ્ય સુરક્ષા મજબૂત થશે. એવો પણ કરાર થયો છે કે UAE ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા અને સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવા રોકાણ કરશે. AIને સહયોગના પ્રાથમિકતાવાળા ક્ષેત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સિવાય બંને દેશો પરસ્પર સાર્વભૌમત્વ પર આધારિત "Data Embassy" સ્થાપિત કરવા પણ કામ કરશે.

વધુ વાંચો : PM મોદીએ UAEના રાષ્ટ્રપતિને નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો પછી બન્ને સાથે ઝૂલ્યા

  • હાઉસ ઓફ ઇન્ડિયાની સ્થાપના

UAEમાં રહેતા 4.5 મિલિયન ભારતીયો માટે અબુ ધાબીમાં "હાઉસ ઓફ ઇન્ડિયા" સ્થાપિત કરવામાં આવશે જે બંને દેશોના સહિયારા વારસા તરીકે રજુ કરશે. જેમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચાર પણ રજુ કર્યા હતા અને આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિનું સમર્થન કર્યું હતું. આ સાથે બંને દેશોએ પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં એક્સપોર્ટને વધારવા પણ સહમતી બનાવી હતી. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MoU Signed UAE President India UAE Summit

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ