ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:44 PM, 19 January 2026
ADVERTISEMENT
ભારતની એક દિવસીય મુલાકાતે આવેલા UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જ્યાં આ બંને નેતાઓ ઉષ્માભેર મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભેટો પણ આપી હતી.
ADVERTISEMENT
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने लोक कल्याण मार्ग स्थित अपने आवास पर संयुक्त अरब अमीरात के राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नाहयान और उनके परिवार का स्वागत किया।
— ANI_HindiNews (@AHindinews) January 19, 2026
प्रधानमंत्री मोदी ने UAE के राष्ट्रपति को एक रॉयल नक्काशीदार लकड़ी का झूला गिफ्ट किया। यह गुजरात का एक… pic.twitter.com/yq6NJWLpnF
પ્રધાનમંત્રી મોદીએ UAEના રાષ્ટ્રપતિને શાહી કોતરણીવાળો એક ઝુલો ભેટ આપ્યો હતો. જેમાં ગુજરાતી હસ્તકલાની કલાત્મકતા જોવા મળતી હતી. આ ઝુલો સારા સંબંધો અને સૌહાર્દનું પ્રતીક મનાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં બનાવેલ ચાંદીના બોક્સમાં પશ્મીની શોલ પણ ભેટ કરી હતી. આ બંને ભેટ ભારતની કોમન હેરીટેઝ અને પરંપરાઓને દર્શાવવા માટે એકસાથે અપાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાહ્યાન સાથે ઝૂલા પર પણ બેસેલા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT

આ ભેટ વર્ષ 2026ને UAE દ્વારા "પરિવારનું વર્ષ" જાહેર કરવાના સંદર્ભમાં ખાસ અર્થપૂર્ણ મનાઈ રહી છે. પ્રધાનમંત્રીએ તેમને સુશોભિત ચાંદીના બોક્સમાં પશ્મીના શોલ પણ ભેટમાં આપી હતી. આ પશ્મીના શોલ કાશ્મીરની છે અને બારીક ઊનમાંથી હાથથી વણાયેલી છે. આ શોલ તેલંગાણામાં બનાવેલ સુશોભિત ચાંદીના બોક્સમાં રાખવામાં આવી હતી. એકસાથે આ ગીફ્ટ ભારતની સમૃદ્ધ હાથવણાટ અને હસ્તકલા પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ રીતે શેખા ફાતિમા બિન્ત મુબારક અલ કેતબીને પણ સુશોભિત ચાંદીના બોક્સમાં રાખવામાં આવેલી પશ્મીના શોલ ભેટમાં કરાઈ હતી. તેમને ચાંદીના બોક્સમાં કાશ્મીરી કેસર પણ ભેટ કરાઈ હતી. કાશ્મીરની ઘાટીમાં ઉગાડવામાં આવતું કેસર તેના ઘેરા લાલ રેસા અને સુગંધ માટે ફેમસ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ