ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:02 PM, 28 February 2024
ADVERTISEMENT
ઘણી વાર લાખ કોશિશ કરવા છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી અને હંમેશા ધન સંપત્તિનો અભાવ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીનો ચતુર્થ ભાવ અને તેનો સ્વામી સંપત્તિ સાથે સંબંધ રાખે છે. મંગળ મુખ્યત્ત્વે જમીન સાથે સંબંધ રાખે છે. શનિ નિર્માણ કાર્ય સાથે સંબંધ રાખે છે. શુક્ર મકાન અને ફ્લેટ સાથે જોડાયેલ હોય છે. મંગળ અને શનિ પ્રબળ હોય તો વ્યક્તિ મકાનનું નિર્માણ કરાવે છે, શુક્રની પ્રબળતાથી વ્યક્તિ મકાન અને ફ્લેટ ખરીદે છે.
ADVERTISEMENT
સંપત્તિની સમસ્યા કયા કારણોસર આવે છે?
કુંડળીના ચતુર્થ ભાવ ખરાબ હોય અને શુક્ર નબળો હોય તો મકાન મળવામાં પ્રોબ્લેમ આવે છે. આ પરિસ્થિતિમાં દર શુક્રવારે લક્ષ્મી માતાને ગુલાબ અર્પણ કરો. એકવાર શ્રી સૂક્તમના પાઠ કરો. ત્રણ મહિના સુધી આ ઉપાય કરવાથી તેનો લાભ જોવા મળશે.
ઘર અને મકાનના નિર્માણમાં સમસ્યા આવતી હોય તો મંગળવારે જમીન પર એક લાલ રંગનું કપડું લગાવો. મંગળવારે સવારે મસૂરની દાળનું દાન કરો, ત્યારપછી ‘ઓમ અં અગારકાય નમ:’ મંત્રનો જાપ કરો. મંગળવારે તામસી ભોજનનું સેવન ના કરવું.
પ્રોપર્ટી વેચવામાં પ્રોબ્લેમ
જો તમને સંપત્તિ વેચવામાં પ્રોબ્લેમ આવી રહી છે, તો જે પણ સંપત્તિ વેચવાની હોય તેના પર મંગળવારના દિવસે રાઈ મુકો. હવે મંદિરમાં જઈને ઈંટનું દાન કરો. દર મંગળવારે નિર્ધનને હલવો અને પૂરી આપો. મંગળવારે આ ઉપાય કરવાથી લાભ થશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ભૂલથી પણ ભગવાનના ભોગમાં આ ચીજ ન ઉમેરતા! નહીં તો થઇ શકે છે અનર્થ, જાણો કેમ
પ્રોપર્ટી પર કેસ
જો તમારી સંપત્તિ પર કેસ અથવા વિવાદ ચાલી રહ્યો છે, તો દરરોજ રાત્રે ત્રણ વાર હનુમાન ચાલીસાના પાછ કરો. આ ઉપાય મંગળવારથી શરૂ કરો. સતત 27 દિવસ સુધી આ ઉપાય કરવો. આ પ્રકારે કરવાથી ટૂંક સમયમાં તમારી સમસ્યાનું નિવારણ આવશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો