બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:13 PM, 28 February 2024
દરેક વ્યક્તિ તેના ઘરે ભગવાનની પૂજા કરતી હોય છે. આ સાથે ભોગ પણ ચડાવે છે. કેટલાક લોકો તેમના ઘરમાં બનતા ભોજનને જ ભોગ તરીકે ચડાવે છે અને ત્યારબાદ તે ભોગને પ્રસાદ તરીકે ગ્રહણ પણ કરે છે. ઘણા લોકો ભગવાનને ખુશ રાખવા માટે મોદક, મીઠાઈઓ, ફળો અને અન્ય કોઈ વાનગીઓ પણ ચડાવે છે. હવે આ કોઈ જરૂરી નથી કે ભગવાનને ચડાવેલ દરેક ભોગ દેવી-દેવતાઓને પસંદ જ આવે. ભગવાનને ભોગ લગાવતા સમયે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT

ભોગ બનાવતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો
જ્યોતિષના જણાવ્યા મુજબ, જ્યારે તમે ભોગ બનાવી રહ્યા હોય ત્યારે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ભગવાનના ભોગમાં તુલસીનું પાન પણ અર્પણ કરતાં હોય છે. દરેક દેવી-દેવતાઓને તુલસીનું પાન પસંદ નથી. ભગવાન વિષ્ણુને તુલસી પસંદ છે એટલે તેમના ભોગમાં તુલસીનું પાન રાખવું જોઈએ, પરતું ભગવાન શિવને તુલસી પસંદ નથી. તેથી તેમના ભોગમાં તુલસીનું પાન ન રાખવું જોઈએ. ભગવાન ગણેશને પણ ભોગમાં તુલસીનું પાન અર્પણ કરવું ન જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ અને ભગવાન ગણેશ તમારાથી નારાજ થઈ શકે છે. જેના કારણે તમારા કામ બગડી શકે છે. આ સાથે આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
ADVERTISEMENT
.jpg)
વાંચવા જેવું: અશુભ ગ્રહોથી મેળવવો છે છૂટકારો? તો દર મંગળવારે અપનાવો આ ઉપાય, પછી જુઓ રિઝલ્ટ
ADVERTISEMENT
ભગવાનને ભોગ લગાવ્યા પછી આ કામ કરવું
જ્યોતિષના જણાવ્યા મુજબ, ઘણીવાર કેટલાક લોકો ભગવાનને ભોગ લગાવ્યા પછી તે પ્રસાદને તરત જ ગ્રહણ કરી લે છે. જેમકે આવું ન કરવું જોઈએ. તમારે આ પ્રસાદનો એક ભાગ ગાયને ખવડાવવો જોઈએ. એક એવી માન્યતા છે કે ભગવાનનો પ્રસાદ ગાયને ખવડાવવામાં આવે તો તેનાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ગાયને પ્રસાદ ખવડાવ્યા પછી જ તમારે તે પ્રસાદ ખાવો જોઈએ. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો તમને તમારી પૂજાનું વિશેષ ફળ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.