બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો

logo

ભાજપને 2019 કરતાં વધુ જનાદેશ મળશે: PM મોદી

logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

VTV / બિઝનેસ / ઓર્ડર કર્યો આઇફોન અને આવ્યો સાબુ, ઓનલાઈન ઓર્ડર કરતી વખતે પસંદ કરો આ વિકલ્પ, છેતરપિંડીથી બચશો

તમારા કામનું / ઓર્ડર કર્યો આઇફોન અને આવ્યો સાબુ, ઓનલાઈન ઓર્ડર કરતી વખતે પસંદ કરો આ વિકલ્પ, છેતરપિંડીથી બચશો

Last Updated: 11:01 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપન બોક્સ ડિલિવરી વિકલ્પ ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા આપવામાં આવે છે. એટલે કે, જો તમે તેનો ઉપયોગ કરો છો, તો પ્રોડક્ટ તમને અગાઉથી બતાવવામાં આવશે.

ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય કે કોઈપણ ઓનલાઈન ઈ-કોમર્સ સાઈટ પરથી ઓર્ડર આપવા જઈ રહ્યા છો, તો અમે તમને કેટલીક એવી ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારો શોપિંગનો અનુભવ ઘણો સારો રહેવાનો છે.

online-Shopping

ઘણી વખત એવા સમાચાર બહાર આવે છે કે આઈફોન ઓર્ડર કે કોઈ પણ ફોન ઓર્ડર કર્યા પછી બોક્સમાંથી સાબુ નીકળે છે. અથવા તો કોઈ બીજી પ્રોડક્ટની જગ્યા પર બીજી જ કોઈ વસ્તુ નીકળે છે. આવું તમારી સાથે ન થાય તો હવે કોઈ પણ વસ્તુનો ઓર્ડર આપતા પહેલા તમારે એક વિકલ્પ પસંદ કરવો જોઈએ.

Amazon-

જો તમે એમેઝોનથી ઓર્ડર કર્યો છે, તો કંપની તમને ઓપન બોક્સ ઇન્સ્પેક્શનની સુવિધા આપે છે. આમાં, ડિલિવરી એજન્ટ તમારી સામે બોક્સ ખોલે છે અને તમે ત્યાં જ પ્રોડક્ટને ચેક કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે iPhone ઓર્ડર કરો છો અને આ વિકલ્પ પસંદ કરો છો, તો ડિલિવરી એજન્ટ ઓર્ડર લાવતાની સાથે જ બોક્સ ખોલશે. મતલબ કે તે ઈચ્છે તો પણ તમને છેતરી શકશે નહીં.

Flipkart-

Flipkartમાં પણ ઓપન બોક્સ ડિલિવરી વિકલ્પ છે અને જો તમે તેને ઓર્ડર કરો છો, તો પણ બોક્સ ખોલીને તમને બોક્સ બતાવવામાં આવશે. અહીં તમે ઉત્પાદન સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો પરંતુ ઓર્ડર આપતા પહેલા તમારે આ વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી જ તમે બોક્સ ખોલવાનો દાવો કરી શકો છો.

વધુ વાંચો: શું તમે Ayushman Card નો લાભ મેળવી શકશો? આ રીતે ચેક કરો તમારી યોગ્યતા

છેતરપિંડી થઈ શકે છે -

આ વિકલ્પો પસંદ કર્યા પછી, બોક્સ ખોલવામાં આવશે અને તમને બતાવવામાં આવશે. પરંતુ પ્રોડક્ટ યોગ્ય હશે તેની કોઈ ગેરેંટી નથી. ઘણા લોકોએ એમનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે પ્રોડક્ટનો ઓર્ડર આપ્યો હતો અને તેને ખોલ્યા બાદ તે બતાવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં જ્યારે એમને પ્રોડક્ટનો ઉપયોગ કર્યો ત્યારે તે ડિફેક્ટિવ હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ