બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગબ્બરે દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ આ ખાસ વાંચી લેજો, નહીંતર થશે ધરમધક્કો!

અપીલ / ગબ્બરે દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ આ ખાસ વાંચી લેજો, નહીંતર થશે ધરમધક્કો!

Last Updated: 02:13 PM, 12 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં ગબ્બર પર ચઢવાનાં એક તરફનાં પગથિયા બંધ કરાયા છે. પગથિયાનું નવીનીકરણનું કામ ચાલું હોવાને કારણે પગથિયા બંધ કરવામાં આવ્યા છે. હાલ ગબ્બરમાં વિવિધ વિકાસલક્ષી કામો હાલ ચાલુ છે.

અંબાજી ખાતે ગબ્બરનાં પગથિયાનાં નવીનીકરણને લઈ ગબ્બર પર ચઢવાનાં એક તરફનાં પગથિયાને બંધ કરવામાં આવ્યા છે. તેમજ દર્શનાર્થીઓએ ઉતરવાનાં રસ્તે જ ચઢવાનું રહેશે. તેમજ તેજ પગથિયાથી નીચે ઉતરવું પડશે. દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મંદિર ટ્રસ્ટર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ જે પગથિયા છે તે નાના હોવાનાં કારણે ભક્તોને પગથિયા ચડવામાં તકલીફ પડતી હતી.

vlcsnap-2024-05-12-12h03m24s281

ગબ્બર ખાતે વિવિધ વિકાસલક્ષી કામો કાર્યરત

યાત્રાધામ અંબાજી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. તેમજ અમુક લોકોએ પગથિયા ચડી ગબ્બર પર દર્શન કરવાની માનતા પણ રાખેલી હોય છે. વહીવટી તંત્ર દ્વારા ગબ્બર પર દર્શન કરવા જતા લોકો માટે એક તરફનાં પગથિયા ખુલ્લા રાખવામાં આવ્યા છે. જ્યાંથી દર્શનાર્થીઓએ ચડવાનું તેમજ ઉતરવાનું રહેશે. હાલ ગબ્બર ખાતે વિવિધ વિકાસલક્ષી કામો કાર્યરત છે. હાલ પગથિયાનું નવીનીકરણની કામગીરી ચાલી રહી છે.

vlcsnap-2024-05-12-12h04m56s296

વધુ વાંચોઃ મૌલવીના કેસમાં વધુ એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારથી દબોચ્યો, પૂછપરછમાં થઇ શકે છે મોટો ખુલાસો

શ્રદ્ધાળુઓએ એક તરફનાં પગથિયાઓનો ઉપયોગ કરવાનો રહેશે

ગબ્બર પર દર્શન કરવા આવા દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ગબ્બર પરથી ઉતરવાનાં પગથિયાથી જ યાત્રાળુઓએ પગથિયા ચડવાનાં રહેશ. તેમજ ઉતરવા માટે પણ એજ પગથિયાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ તમામ યાત્રાળુઓ દ્વારા વ્યવસ્થામાં સહયોગ આપવાનું મંદિરનાં વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ.મોદીએ જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

renovation of steps Banaskantha Yatradham Ambaji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ