બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે UPI કે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનનારા ગ્રાહકોને મળશે ₹25,000 સુધીનું વળતર; જાણી લો નવો નિયમ

ઐતિહાસિક નિર્ણય / હવે UPI કે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનનારા ગ્રાહકોને મળશે ₹25,000 સુધીનું વળતર; જાણી લો નવો નિયમ

Pravin Joshi

Last Updated: 12:41 AM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફ્રોડના કેસો વચ્ચે ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. નવા નિયમો હેઠળ, જો કોઈ વ્યક્તિ ઓનલાઈન બેંકિંગ કે UPI સ્કેમમાં પૈસા ગુમાવે છે, તો તેને ₹25,000 સુધીનું વળતર મળી શકે છે.

ભારતમાં ટેકનોલોજીની સાથે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આજે ચાની કીટલીથી લઈને મોટા મોલ સુધી લોકો UPI, નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. જો કે, આ સિક્કાની બીજી બાજુ એ છે કે દેશમાં સાયબર ઠગાઈ અને ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. દરરોજ હજારો નિર્દોષ ગ્રાહકો ફેક લિંક્સ, નકલી બેંક કોલ્સ, OTP ફ્રોડ અને યુપીઆઈ સ્કેમનો ભોગ બનીને પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે. આવા પીડિતોની વહારે આવતા હવે ભારતીય રિઝર્વ બેંકે (RBI) એક ક્રાંતિકારી યોજનાને મંજૂરી આપી છે, જેનાથી સામાન્ય જનતાનો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર ભરોસો વધુ મજબૂત થશે.

cyber fraud

શું છે RBI નો નવો નિયમ અને વળતરની મર્યાદા?

આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નવા નિયમ અનુસાર, જો કોઈ ગ્રાહક ઓનલાઈન બેંકિંગ, યુપીઆઈ, મોબાઈલ બેંકિંગ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ સાયબર ફ્રોડનો શિકાર બને છે અને તેનું કુલ આર્થિક નુકસાન ₹50,000 સુધીનું હોય, તો તેને મહત્તમ ₹25,000 સુધીની આર્થિક સહાય (વળતર) આપવામાં આવશે. આ નિયમ ખાસ કરીને એવા મધ્યમ અને નાના વર્ગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેઓ નાની રકમના ઓનલાઈન ફ્રોડનો ભોગ બને છે અને પોલીસ કે બેંકના ચક્કરમાં પડ્યા વગર પોતાના પૈસા કાયમ માટે ગુમાવી દે છે. ખાસ વાત એ છે કે, જો ગ્રાહકની કોઈ નાની-મોટી ભૂલના કારણે પણ આ ફ્રોડ થયું હશે, તો પણ આ યોજના હેઠળ વળતર મળવાની સંભાવના રાખવામાં આવી છે, બશર્તે ગ્રાહકે નિયમોનું પાલન કર્યું હોય.

RBI-simple

ક્યારથી લાગુ થશે આ નવો નિયમ?

RBI એ આ નવી વળતર વ્યવસ્થાના માળખાને આખરી ઓપ આપી દીધો છે. અગાઉ આ નિયમ July 2026 થી દેશભરમાં લાગુ કરવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ બેંકો અને ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતાને ધ્યાનમાં રાખીને તેને 6 (છ) મહિના આગળ ધકેલવામાં આવ્યો છે. હવે આ ઐતિહાસિક નિયમ 1 January 2027 થી સત્તાવાર રીતે અમલમાં આવશે. એટલે કે, જાન્યુઆરી 2027 પછી થનારા લાયક ડિજિટલ ફ્રોડના કેસોમાં જ ગ્રાહકો આ સુવિધાનો લાભ મેળવી શકશે.

FRAUD-2

કેટલા ટકા રકમ પાછી મળશે?

  • RBI ના ફાઈનલ ડ્રાફ્ટ મુજબ, સાયબર ફ્રોડના ભોગ બનેલા પાત્ર ગ્રાહકને તેના કુલ નુકસાનના 85% સુધીની રકમ અથવા તો મેક્સિમમ ₹25,000 સુધીનું વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે:
  • જો કોઈ વ્યક્તિ સાથે ₹20,000 નું ફ્રોડ થાય છે, તો તેને નિયમોના આધારે તેની નુકસાનીના 85% એટલે કે મોટી રકમ પરત મળી શકે છે.
  • જો નુકસાન ₹50,000 કે તેથી વધુ હોય, તો પણ વળતરની મહત્તમ મર્યાદા ₹25,000 સુધી સીમિત રહેશે.
  • જો કે, આ વળતર દરેક સામાન્ય કેસોમાં અંધાધૂંધ રીતે નહીં મળે. આ માટે આરબીઆઈએ નક્કી કરેલી ચોક્કસ શરતો અને ગાઈડલાઈન્સનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
FRAUD

સૌથી મોટી શરત: 5 દિવસની અંદર કરવી પડશે ફરિયાદ

આરબીઆઈની વળતર નીતિનો લાભ લેવા માટે સૌથી મહત્વની શરત સમય મર્યાદાની છે. ફ્રોડ થયાના પાંચ દિવસની અંદર ગ્રાહકે સંબંધિત બેંક અથવા નાણાકીય સંસ્થાને સત્તાવાર રીતે લેખિત કે ડિજિટલ ફરિયાદ નોંધાવવી પડશે. જેટલી વહેલી ફરિયાદ થશે, વળતર મળવાની શક્યતા એટલી જ વધી જશે. સાયબર ફ્રોડની જાણ થતાં જ ગ્રાહકોએ તાત્કાલિક પોતાની બેંક હેલ્પલાઈન ઉપરાંત કેન્દ્રીય સાયબર હેલ્પલાઈન નંબર 1930 અને રાષ્ટ્રીય સાયબર અપરાધ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી દેવી જોઈએ.

વધુ વાંચો : કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉન ધરાશાયી, 5થી વધુ લોકોનાં મોત, 60 મજૂરો દટાયા

સાવચેતી એ જ સાચો બચાવ

બેંકિંગ નિષ્ણાતોના મતે, સરકાર કે આરબીઆઈ ગમે તેટલા કડક નિયમો કે વળતરની જાહેરાત કરે, પરંતુ ઓનલાઈન ફ્રોડથી બચવા માટે ગ્રાહકની પોતાની જાગૃતિ જ સૌથી મોટું હથિયાર છે. ગ્રાહકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું.
  • પોતાનો ગુપ્ત OTP, UPI પિન કે પાસવર્ડ ક્યારેય કોઈની પણ સાથે શેર ન કરવો.
  • ફોન પર વાત કરતી વખતે અજાણ્યા લોકોના કહેવાથી મોબાઈલમાં સ્ક્રીન શેરિંગ એપ્સ ડાઉનલોડ ન કરવી.
  • બેંક અધિકારી કે કસ્ટમર કેર હોવાનો દાવો કરતા નકલી કોલ્સથી સાવધ રહેવું અને બેંક એપમાં આપેલા સેફ્ટી ફીચર્સનો નિયમિત ઉપયોગ કરવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBINewRules UPIScamAlert OnlineFraudCompensation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ